: જેઠ : ૨૪૯૦ આત્મધર્મ : ૨૯ :
ધાર નિર્જરા સાર સાર સંવરપૂર્વક જો હો હૈ,
વહી નિર્જરા સાર કહી અવિપાક નિર્જરા સો હૈ,
ઉદય ભયે ફલ દેય નિર્જર સો સવિપાક કહાવે,
તાસોં જીયકા કાજ ન સારિ હૈ સો સબ વ્યર્થ હી જાવે.
[સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વડે સંવરપૂર્વક જે નિર્જરા થાય છે તે અવિપાક
નિર્જરા જ સારરૂપ છે; કર્મસ્થિતિ પૂરી થઈને જે કર્મ પાકે છે ને ફળ દઈને ખરી જાય છે
તે સવિપાક નિર્જરા વડે જીવનું કાર્ય સરતું નથી.]
(૧૦) લક ભવન
ચૌદહ રાજુ ઉતંગ નભ, લોકપુરુષ સંઠાન,
તામેં જીવ અનાદિતેં ભરમત હૈ વિન જ્ઞાન
ભરમત હૈ વિન જ્ઞાન લોકમેં કભી ન હિત ઉપજાયા,
પંચ પરાવૃત કરતે સમ્યક્ જ્ઞાન ન પાયા,
અબ તુ મોહકર્મ કો હરકર તજ સબ જગકી આશા,
જિનપદ ધ્યાય લોકશિર ઉપર કરલે નિજ થિર વાસા.
પુરુષાકાર આ ૧૪ રાજુ પ્રમાણ ઉંચો લોક છે. તેમાં સમ્યગ્જ્ઞાન વગર અનાદિથી
જીવ અહીંતહીં ભમી રહ્યો છે. હે જીવ! મોહને હરીને અને જગતની આશા તજીને હવે
તો તું નિજપદને ધ્યાવ...ને લોકશિખર ઉપર તારો સ્થિરવાસ કર. લોકશિખરે અનંતા
સિદ્ધો સ્થિર બિરાજે છે ત્યાં તું પણ વાસ કર.
(૧) બોધિદુર્લભ ભાવના
ધન કન કંચન રાજસુખ સબહિ સુલભકર જાન,
દુર્લભ હૈ સંસારમેં એક યથારથ જ્ઞાન.
એક જ્થારથ જ્ઞાન સુ દુર્લભ હૈ જગમેં અધિકાના,
થાવર ત્રસ દુર્લભ નિગોદતેં, નરતન સંગતિ પાના,
કુલ શ્રાવક રત્નત્રય દુર્લભ અરૂ ષષ્ઠમ ગુનથાના,
સબતેં દુર્લભ આતમજ્ઞાનસુ જો જગમાંહી પ્રધાના.
[આ જગતમાં ભમતા જીવને ધન–કંચન કે રાજવૈભવ એ બધુંય સુલભ છે, એક
યથાર્થ જ્ઞાન જ દુર્લભ છે. નિગોદપર્યાયમાંથી નીકળીને ત્રસપર્યાય પામવી પણ દુર્લભ છે,