Atmadharma magazine - Ank 248
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 55

background image
: ૩૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૦
અને તેમાંય મનુષ્યઅવતાર, સત્સંગ, શ્રાવકકૂળ ને રત્નત્રય તથા મુનિદશાની
પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. આ રીતે જગતમાં પ્રધાન એવું જે આત્મજ્ઞાન તે જીવને
સંસારમાં સૌથી દુર્લભ છે.–માટે તેની નિરંતર ભાવના કરવી.
]
(૧૨) ધમ ભવન
જાંચે સુરતરૂ દેત સુખ, ચિંતત ચિંતારૈન,
વિન જાંચે વિન ચિંતયે ધર્મ સકલ સુખ દેન.
ધર્મ સકલ સુખદૈન રૈન–દિન ભવિજીવન મન ભાતા,
જૈનધર્મ વીતરાગ સિવા અન મત ન સુહાતા,
વીતરાગ સર્વજ્ઞ દેવ ગુરુ ધર્મ અહિંસા જાનો,
અનેકાન્ત સિદ્ધાંત સપ્ત તત્ત્વનકો કર સરધાનો.
[કલ્પતરૂ તો માંગતાં સુખ આપે છે, ને ચિંતામણિ ચિંતવતાં સુખ આપે છે,
માંગ્યા વિના કે ચિંતવ્યા વિના તો તે પણ સુખ નથી આપતા; પરંતુ ધર્મ તો વગર
માંગ્યે ને વગર ચિંતવ્યે જીવને દિનરાત સકલ સુખનો દાતા છે. ભવિક જીવોના મનમાં
તે ધર્મ પ્રિય છે. વીતરાગ સર્વજ્ઞદેવ, નિર્ગ્રંથ ગુરુ, અહિંસામય વીતરાગધર્મ અને
અનેકાન્ત સિદ્ધાંતરૂપ શાસ્ત્રો, સાત તત્ત્વો–એ બધાની શ્રદ્ધા કરીને હે જીવ! તું ધર્મને
આરાધ! –જેથી તને પરમ સુખની પ્રપ્તિ થશે.
]
સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય! આરાધ્ય! પ્રભાવ આણી,
અનાથ એકાન્ત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય સ્હાશે.
भूधर कविकृत भावना द्वादश जगपरधान।
तापर इक अल्पज्ञने छंद रचे हित जान।।


અંક છાપતાં છાપતાં કલકત્તાથી સમાચાર મળ્‌યા છે કે શ્રી નીહાલચંદજી સોગાની
એકાએક હાર્ટફેઈલથી સ્વર્ગવાસ પામી ગયા છે. તેઓ અવારનવાર સોનગઢ આવીને
લાભ લેતા; હાલમાં જ મુંબઈ પંચકલ્યાણક મહોત્સવમાં પણ તેઓ આવેલા. તત્ત્વચર્ચાનો
તેમને પ્રેમ હતો. તત્ત્વપ્રેમમાં આગળ વધીને તેઓ આત્મહિત પામે એ જ ભાવના.