પોન્નૂરધામ...ચારેય ભાઈઓ ઝરીયનના સુંદર વસ્ત્રાભૂષણથી સોનગઢના
સ્વાધ્યાયમંદિરમાં શોભી રહ્યા છે... કાનજીસ્વામીને એ ચારેય ભાઈઓ બહુ જ વહાલા
છે ને એમની પાસેથી હંમેશાં કંઈક ને કંઈક નવું જાણે છે...જો કે તેમને બીજા પણ
કેટલાંક ભાઈઓ છે પણ આ ચાર ભાઈઓ તો જૈનશાસનમાં અજોડ છે...અનેક
સંતમુનિઓએ તેમનું બહુમાન કર્યું છે...ને કોઈક મુનિઓએ તેમની ટીકા પણ કરી
છે...ઓળખ્યા તમે એ ચાર ભાઈ ને? જુઓ, આ રહ્યા એ ચાર ભાઈઓ–
સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય. કેવા મજાના છે ચાર ભાઈ!
એ નંદનનું મોસાળ મહાવિદેહમાં–સીમંધરનાથની ધમ સભામાં છે...પોન્નૂરધામ એમનું
જન્મ સ્થાન છે કે જ્યાં બેઠાબેઠા કુંદકુંદસ્વામીએ એ મહાન શાસ્ત્રોને સ્વાનુભૂતિમાંથી
જન્મ આપ્યો...સોનગઢના સ્વાધ્યાયમંદિરમાં એ ચારે શાસ્ત્રો ઝરીના પુંઠાથી શોભી રહ્યા
છે...એ ચારે શાસ્ત્રો કાનજીસ્વામીને બહુ વહાલા છે ને હંમેશા તેની ઊંડી સ્વાધ્યાયદ્વારા