નથી. એ દ્રષ્ટિ નિરાલંબી છે, રાગના વિકલ્પનો એમાં અભાવ છે. એકવાર આવી દ્રષ્ટિ
થઈ ત્યાં નિઃશંકતા વગેરે આઠ ગુણો પ્રગટ્યા. અંતરમાં એનું ભાવભાસન થાય તો
માર્ગ પ્રગટે. વિકલ્પોના ને શરીરના નાટકોથી જુદો પુદ્ગલના સ્વાંગોથી પાર જ્ઞાયકમૂર્તિ
આત્મા છે, એના જ અવલંબને લાભ છે. એ જ્ઞાયકતત્ત્વ કોઈથી બિલકુલ ઘેરાયેલું છે જ
નહિ, રાગનો ઘેરો પણ તેને નથી, રાગ પણ તેનાથી બહાર જ છે. અરે, આવું નિરૂપાધિ
તત્ત્વ, બધાથી છૂટું ને છૂટું, તે પ્રતીતમાં આવતાં જ ક્યાંય આત્મબુદ્ધિ ન રહી, કોઈ
પરભાવમાં અટકવાનું ન રહ્યું, પરિણામ સ્વભાવભાવ તરફ ઢળ્યા... એટલે શુદ્ધતા જ
થવા લાગી, પરભાવથી જુદો ને જુદો જ રહેવા લાગ્યો.–આવી ધર્મીની દશા છે.
પરભાવ ખરી ગયા છે... તે પરિણતિ જ નિર્જરા છે, ને તે જ મંગળ છે. વીતરાગી
જૈનસન્દેશ તો આમ કરવાનું બતાવે છે. પરભાવનું અવલંબન કરવાનું બતાવે તે
‘જૈનસન્દેશ’ નહિ, ધર્માત્માને ક્યાંય કોઈ પરના અવલંબનની ભાવના જ નથી.
સ્વભાવના અવલંબનરૂપ ભાવને જ તે પોતાનો જાણે છે, ને તે ભાવથી જ તેને નિર્જરા
થાય છે; સમ્યક્ત્વના આઠેય ગુણ (અંગ) તેમાં સમાઈ જાય છે.