સોનગઢ આવ્યા પછીના પહેલા પ્રવચન વખતે સભાના શાંત–
અધ્યાત્મ વાતાવરણ વચ્ચે પૂ. શ્રી કહાનગુરુએ કહ્યું: સમ્યગ્જ્ઞાનનો
દીવો... મંગળરૂપ છે...તે ચિરંજીવો...એ જ્ઞાનમાં કોઈ રાગનો કે
સંયોગનો ઘેરો નથી...બધાથી છૂટું એ જ્ઞાન પોતે મંગળરૂપ છે.
નિર્જરા થતી જાય છે ને શુદ્ધતા વધતી જાય છે. આત્મા ટંકોત્કિર્ણ જ્ઞાયકભાવ,–જેના
સ્વભાવમાં રાગાદિ પરભાવોનો અભાવ,–એવા જ્ઞાયકસ્વભાવમય સમકિતીનું પરિણમન
છે, એ જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિમાં ગુણ–ગુણીના ભેદનો વિકલ્પ પણ નથી. જગતમાં જેમ
જડ છે, જેમ રાગાદિ પરભાવો છે, તેમ જ્ઞાયકસ્વભાવ પણ છે, તે જ્ઞાયકસ્વભાવને
શોધનારી દ્રષ્ટિમાં રાગાદિનો કે કર્મનો અભાવ છે. આવી દ્રષ્ટિવંત ધર્માત્માને નિઃશંકતને
લીધે નિર્જરા જ થાય છે.–આ અપૂર્વ મંગળ છે.
એવી શંકા ધર્માત્માને નથી; તે નિઃશંક છે કે મારો આત્મા જ્ઞાયકસ્વભાવમય જ છે.
ચિદાનંદરસથી ભરપૂર મારો આત્મા, તેમાં પરિણમેલું મારું જ્ઞાન નિર્વિકલ્પ છે, તેમાં
બંધન કરનારા મિથ્યાત્વાદિભાવોનો અભાવ છે. માટે આવી દ્રષ્ટિવંત ધર્માત્માને
મિથ્યાત્વાદિકૃત બંધન થતું જ નથી, સમ્યક્ત્વાદિથી તેને નિર્જરા જ થાય છે. આનું નામ
ધર્મ...ને આનું નામ શાંતિ.
આત્મા છૂટવા લાગ્યો. સમકિતીની નિર્જરાની આ સ્થિતિ છે. અહો, આમાં જગતથી
કેટલો વૈરાગ... ને અંતરની કેટલી શાંતિ! તે અજ્ઞાનીને ખબર પડે તેમ નથી.