"ATMDHARM" Reg. No. G. 182
દાદર જિનમંદિરમાં આનંદપૂર્વક
પ્રભુપ્રતિષ્ઠા થયા બાદ એ જિનમંદિર
ઉપર જ્યારે કળશ અને ધ્વજ ચડ્યા
ત્યારે ભક્તજનોના જય–જયકારથી
ગગન ગાજી ઉઠ્યું... (કળશ અને
ધ્વજની ઊંચાઈ કેટલી હતી તે પાસે હાથ
ઊંચો કરીને ઊભેલા માણસો ઉપરથી
અનુમાન થઈ શકશે.)
અને ત્યારે પ્રભુપ્રતિષ્ઠાના એ પાવન
દ્રશ્યો નીહાળવા કહાનનગર
સોસાયટીમાં નીચે ને ઉપર,
અગાશીમાં ને અટારીઓમાં
ભક્તજનોની હકડેઠઠ ભીડ જામી
હતી.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક : અનંતરાય હરિલાલ શેઠ, આનંદ પ્રિન્ટિંગ પ્રેસ–ભાવનગર.