અષાઢઃ ૨૪૯૦ઃ ૧૭ઃ
दर्शन धारा पवित्रा
તીન લોક તિહુંકાલમાંહી નહીં દર્શન સો સુખકારી,
સકલ ધરમકો મૂલ યહી, ઇસ વિન કરની દુઃખકારી.
મોક્ષમહલકી પરથમ સીઢી, યા વિન જ્ઞાન–ચરિત્રા
સમ્યક્તા ન લહે, સો દર્શન ધારો ભવ્ય પવિત્રા.
‘દૌલ’ સમઝ સૂન ચેત સયાને, કાલ વૃથા મત ખોવે,
યહ નરભવ ફિર મિલન કઠિન હૈ જો સમ્યક્ નહિ હોવે.
(પં. શ્રી દૌલતરામજી કૃત–છહઢાળા)
સમ્યક્ત્વનો મહિમા કરીને તેને ધારણ કરવાની પ્રેરણા આપતાં છહઢાળામાં કવિ
કહે છે કેઃ ત્રણલોક અને ત્રણકાળમાં સમ્યગ્દર્શન સમાન સુખકારી બીજું કોઈ નથી;
બધા ધર્મોનું મૂળ તે જ છે; તેના વગરની બધી કરણી દુઃખરૂપ છે. આ સમ્યગ્દર્શન તે
મોક્ષમહેલનું પહેલું પગથિયું છે, એના વિના જ્ઞાન કે ચારિત્ર સમ્યકતા પામતા નથી.
માટે હે ભવ્યો! આવા પવિત્ર સમ્યગ્દર્શનને ધારણ કરો. હે સૂજ્ઞ! દૌલતરામજીની આ
શિખામણ સાંભળીને તું ચેત...અને સમય નકામો ન ગૂમાવ; જો આવા અવસરે
સમ્યક્ત્વ પ્રાપ્ત ન કર્યું તો ફરીને આવો નરભવ મળવો મૂશ્કેલ છે.
(સમ્યગ્દર્શન–પુસ્તક ત્રીજામાંથી)
ज्ञानको उर आनो
ધન સમાજ ગજ બાજ રાજ તો કાજ ન આવે
જ્ઞાન આપકો રૂપ ભયે ફિર અચલ રહાવે;
તાસ જ્ઞાનકો કારન સ્વ–પર વિવેક વખાનો;
કોટિ ઉપાય બનાય ભવ્ય તાકો ઉર આનો.
જો પૂરવ શિવ ગયે, જાહિં, અબ આગે જે હૈં.
સો સબ મહિમા જ્ઞાનતની મુનિનાથ કહે હૈ;
(પં. શ્રી દૌલતરામજી કૃત છહઢાળા)
સમ્યગ્જ્ઞાનનો મહિમા કરીને તેને ધારણ કરવાની પ્રેરણા આપતાં છહઢાળામાં
કવિ કહે છે કેઃ ધન, સમાજ, હાથી–ઘોડા, વૈભવ, કે રાજ એ કાંઇ જીવને કામ આવતું
નથી; સમ્યગ્જ્ઞાન કે જે નિજસ્વરૂપ છે તે પ્રગટ થતાં અચલપણે જીવની સાથે રહે છે.
સ્વ–પરનું ભેદજ્ઞાન તે સમ્યગ્જ્ઞાનનું કારણ છે; હે ભવ્યો! કરોડો ઉપાય વડે પણ આવા
સમ્યગ્જ્ઞાનને અંતરમાં પ્રગટ કરો. પૂર્વે જેઓ મોક્ષ પામ્યા છે, વર્તમાન પામે છે અને
ભવિષ્યમાં પામશે,–એ બધો સમ્યગ્જ્ઞાનનો જ મહિમા છે–એમ મુનિવરોએ કહ્યું છે.
(સમ્યગ્દર્શન–પુસ્તક ત્રીજામાંથી)