રાજ્યમાં હાહાકાર મચી જાય છે, ત્યારે રાજકુમારી રાજુલની શી
દશા થઇ હશે? શું એ આક્રંદ કરીને બેસી રહી હશે?–
ના....ના....એ તો વીરાંગના હતી. જો નેમકુમારનું હૃદય
વૈરાગ્યથી ભરેલું હતું તો રાજીમતીનું હૃદય પણ જૈનધર્મથી
ધબકતું હતું.....એણે પણ સંયમમાર્ગ અંગીકાર કર્યો....એ પ્રસંગે
તેના પિતાજી સાથે તેને કેવો સંવાદ થાય છે તે અહીં રજુ કર્યો
છે. રાજુલ–બાબુલનો આ સંવાદ જ્યારે જ્યારે ગવાતો ત્યારે
શ્રોતાજનો વૈરાગ્યમુગ્ધ બની જતા....પરંતુ.....પોતાની ખાસ
હલકથી આ સંવાદ ગાઇને શ્રોતાજનોને મુગ્ધ બનાવનારો
અજમેરનો એ ગાયક આજે આપણી વચ્ચે નથી....આ સંવાદ
અચૂક એનું સ્મરણ કરાવે છે...