Atmadharma magazine - Ank 249
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 35

background image
ઃ ૨૦ઃ અષાઢઃ ૨૪૯૦
વિવિધ વચનામૃત
* પોતાનો પરિપૂર્ણ સ્વભાવ છે; એ સ્વભાવમાંથી પૂર્ણદશા પ્રગટવી તે જ ઉત્કૃષ્ટ
સુપ્રભાત છે.
* દ્રવ્યમાં રાગ–દ્વેષનો અંશ પણ નથી, તેથી તે દ્રવ્યને જાણનાર જે જ્ઞાન તેમાં પણ
રાગ–દ્વેષ નથી, એટલે કે દ્રવ્યનું જ્ઞાન રાગ–દ્વેષથી નિવર્તેલું જ છે. જો જ્ઞાન
રાગ–દ્વેષથી નિવર્ત્યું ન હોય તો તે જ્ઞાને રાગ–દ્વેષરહિત સ્વભાવને જાણ્યો જ
નથી. જ્ઞાનનું પરિણમન સ્વભાવ તરફ વળ્‌યું ત્યાં જ સ્વભાવમાં રાગ–દ્વેષ નહિ
હોવાથી રાગ–દ્વેષનો અભાવ થયો છે. માટે જ્ઞાનથી જ રાગ–દ્વેષ નિર્મૂળ થાય છે.
* યથાર્થ તત્ત્વજ્ઞાન વગર બહારથી ધર્મ માનવો તે સંસારનું જ કારણ છે.
* પોતાના જ્ઞાનસામર્થ્યનો વિશ્વાસ તે ધર્મ છે અને પોતાના જ્ઞાનસામર્થ્યનો
અવિશ્વાસ તે અધર્મ છે.
* આત્માને પોતાના સ્વભાવ સિવાય બીજું કોઈ જગતમાં શરણરૂપ નથી; પોતે જ
પોતાને શરણરૂપ છે.
* ઇન્દ્રિયો, શરીર વિના જ આત્માને જ્ઞાન આનંદ હોય છે, કેમકે જીવ પોતે જ જ્ઞાન
અને આનંદસ્વરૂપ છે.
* હે જીવ! જો તારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પ્રથમ જ્ઞાનીઓને ઓળખ; અને
અંતરથી તેમનું પૂર્ણ બહુમાન કર; જ્ઞાનીનું બહુમાન તે જ્ઞાનનું જ બહુમાન છે;
જ્ઞાનપ્રાપ્તિ માટે જ્ઞાનીનું બહુમાન અનિવાર્ય છે;
* સમ્યગ્દર્શન વગર કોઇ પ્રકારનો ધર્મ હોતો જ નથી; આથી સમ્યગ્દર્શનનું પરમ
માહાત્મ્ય ઓળખીને જીવોએ તે પ્રાપ્ત કરવા માટે મથવું જોઇએ. સમ્યગ્દર્શન
સિવાય ધર્મની શરૂઆત બીજી કોઇ નથી એટલે કે સમ્યગ્દર્શન તે જ ધર્મની
શરૂઆત છે અને સિદ્ધદશા તે ધર્મની પૂર્ણતા છે.
* સમ્યગ્દર્શન તે જ ધર્મની શરૂઆત છે અને સિદ્ધદશા તે ધર્મની પૂર્ણતા છે.
* શરીર તો વેદનાની જ મૂર્તિ છે. તેને ભોગવવાનો ભાવ તે દુઃખ જ છે; તે રોગનું
જ ઘર છે. આત્મા આનંદની જ મૂર્તિ છે,