અષાઢઃ ૨૪૯૦ઃ ૨૧ઃ
તેને ભોગવવાનો ભાવ તે આનંદ જ છે, તે સુખનું જ ઘર છે.
भगवान आत्मा
* આત્મા છે તે ભગવાન છે. ભલે એને પોતાના સ્વરૂપની ખબર નથી, તો પણ એનું
ભગવાનપણું મટી ગયું નથી. પોતાને ભગવાન સ્વરૂપે ઓળખે તે ભગવાન થાય.
ભવ ભ્રમણનો અંત
* જો ભાઈ, તારે ભવ ભ્રમણનો અંત કરવો હોય તો, અપૂર્વ સત્સમાગમે આ
આત્માનો અપૂર્વ સ્વભાવ છે તેને તું હોંશપૂર્વક સમજ. વારંવાર તેનો જ અભ્યાસ
અને મંથન કર. એમ કરવાથી જરૂર તારા ભવ ભ્રમણનો અંત આવી જશે.
નહિ તૃષ્ણા જીવ્યા તણી, મરણયોગ નહિ ક્ષોભ;
મહા પાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ.
* જેવી રુચિ તેવો પુરુષાર્થ. ‘रुचि अनुयायी वीर्य’ આ ચૈતન્યસ્વરૂપ આત્માની
વાત પણ જેણે પ્રીતથી સાંભળી છે તે ભવ્ય અવશ્ય ભવિષ્યમાં મોક્ષ પામે છે.
આત્માનું જીવન
* આત્મામાં ‘જીવન’ શક્તિ છે, પોતાના ચૈતન્ય પ્રાણને ધારણ કરીને આ જીવ
સદા જીવી રહ્યો છે. જીવ સદા આખે આખો જીવતો છે, તે કદી પોતાની ચેતનાને
છોડતો નથી, તેથી તેને કદી મરણ નથી. જીવ કોઇ શરીર વગેરેેના આધારે
જીવતો નથી, પણ જ્ઞાનથી જ જીવે છે. આત્માની જીવન શક્તિને ઓળખે તેને
સાચું આત્મજીવન પ્રાપ્ત થાય.
પ્રભુતા
* આત્મામાં અનંત મહિમારૂપ પ્રભુત્વ શક્તિ છે. આત્માના ગુણને બગાડવા કોઈ
સમર્થ નથી. આત્મા ઉપર કોઈની સત્તા ચાલતી નથી, પોતે જ પોતાનો પ્રભુ છે.
જે પોતાની પ્રભુતાને સ્વીકારે તે પોતે પોતાના અનંત પ્રભુત્વને પામે છે.
* આત્માના પરમ પારિણામિક સ્વભાવનો મહિમા કરવો. તે સ્વભાવમાંથી જ બધી
નિર્મળ પર્યાયો આવે છે. સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધદશા સુધીની બધી નિર્મળ
પર્યાયો પ્રગટી જાય છે; માટે તેનો મહિમા તેની રુચિ ને તેમાં સન્મુખ થઇને
લીનતા એ જ આત્માર્થી જીવોનું કર્તવ્ય છે.
* આ મનુષ્ય જન્મ પામીને આત્મા સમજવાના અતિદુર્લભ ટાણાં આવ્યા છે. ત્યારે
ઊંઘવાનો વખત નથી. જાગ, અને આત્માનું ભાન કર!
* અનંત–અનંતવાર આ જીવ મનુષ્યપણું પામ્યો અને અનંતવાર પંચમહાવ્રતનો
પાળનારો થયો, એવા મહાન પ્રશસ્ત શુભરાગ અનંતવાર આ જીવે કર્યા પણ
આત્મા શુદ્ધ સ્વભાવી શું ચીજ છે, સર્વ પર ચીજથી નિરાળો, કર્મસંબંધ રહિત
છે, તેના જ્ઞાન વગર