ઃ ૨૨ઃ અષાઢઃ ૨૪૯૦
અનાદિના જન્મ–મરણ ટળ્યા નહિ; અને જ્યાં સુધી સાચું ભાન નહિ કરે ત્યાં
સુધી જન્મ મરણ ટળશે નહીં.
* સમ્યક્દર્શનની પ્રાપ્તિ એ જ મનુષ્ય જીવનની સાર્થકતા છે.
* જો જીવો સુખી હોય તો “ઇન્દ્રિયો આદિથી સુખ મેળવું” એવી પાંચ ઇન્દ્રિયના
વિષયની ઇચ્છા થાય જ કેમ? માટે ઇન્દ્રિયવિષયો તરફ જેનું વલણ છે તે દુઃખી જ છે.
* જગતના સંસારી જીવો સુખ શોધે છે તેથી એટલું નક્કી થાય છે કે વર્તમાનમાં તે
સુખી નથી, દુઃખી છે.
* રે, મુરખ! ક્ષણિક દેહની ખાતર આત્માને ન ભૂલ; તારા મનમાં એટલી
તાલાવેલી (ભિન્નતાનું ભાન) હોવું જોઇએ કે દેહ તો કાલે પડતો (છૂટતો) હોય
તો ભલે આજે પડો! દેહ મારું સ્વરૂપ છે જ નહીં; હું તો અશરીરી સિદ્ધસ્વરૂપ છું.
* શરીર જે ક્ષણિક વસ્તુ છે, નાશવંત છે, અને પર છે તેના ઉપર આટલા વ્યવસાય
શા? સહજ ચિદાનંદ સ્વરૂપ તું છો–તેમાં તારા સર્વ વ્યવસાયને જોડ.
* અહા, સ્વભાવ એ જ શરણ છે. જગત આખું અશરણ છે.
* પરિચય વગર જ્ઞાની પુરુષોને ઓળખવા મુશ્કેલ છે; પ્રત્યક્ષ પરિચય વગર
જ્ઞાનીઓ વિષે કોઇ જાતનો અભિપ્રાય કરશો નહીં. જ્ઞાનીઓનો પરિચય [સત્
સમાગમ] અને તેની રુચિ એ તત્ત્વબોધ પામવાનું મૂળ છે.
* આ કાળે જ્ઞાનીઓનું દર્શન અને ઓળખાણ કઠણ છે. છતાં જિજ્ઞાસુને તેઓનો
જોગ મલી જ રહે છે.
* જૈન ધર્મ એ કોઇ વેશ કે વાડો નથી, પણ વીતરાગનું શાસન છે. વીતરાગતા એ જ
જૈનધર્મ છે. વીતરાગમાર્ગમાં રાગને સ્થાન નથી, પછી તે સાક્ષાત્ ભગવાન ઉપરનો
હોય તો પણ જે રાગ છે તે જૈનશાસન નથી, તે ધર્મ નથી, તે મોક્ષમાર્ગ નથી.
* આત્મા શરીરથી જુદો છે, શરીર આત્માથી જુદું છે; બન્ને દ્રવ્યો જુદા હોવાથી
કોઇનો ધર્મ એકબીજાના આધારે નથી, આમ હોવાથી શરીરમાં કાંઇ થાય તેથી
આત્માને કાંઇ લાભ કે નુકશાન થતું નથી...
* સ્વરૂપનું અજ્ઞાન અને તે અજ્ઞાનને લઇને પરમાં સુખબુદ્ધિ એ આત્માની ભયંકર
પામરતા છે.
* રાગ–દ્વેષ ઉપર વિજય મેળવનાર અને અજ્ઞાનરૂપી પડદાને ફૂંકી દેનાર સાચો
વિજેતા છે.
* મારું જીવન મારા આધારે છે. કોઇના આધારે મારું જીવન નથી.
* અપાર સુખ–સાહ્યબી તારા ચૈતન્યમાં જ ભરેલી છે તેને ભોગવ.
* સમ્યગ્જ્ઞાન વિના પરમાં સુખ બુદ્ધિ ટળે નહિ અને પોતાના સુખ સ્વરૂપની શ્રદ્ધા
બેસે નહિ.