અષાઢઃ ૨૪૯૦ઃ ૨૩ઃ
* ઊંધી માન્યતામાં જગત એવું પકડાઇ ગયું છે કે ઊંધી માન્યતા છોડવી એ મેરૂ
પર્વતને ચલાયમાન કરવા જેવું થઇ પડયું છે.
* જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.
* વ્યવહારથી પરમાર્થમાં જવાતું નથી પણ તે વચ્ચે આવે છે, તેનો આશ્રય છોડીને
જ પરમાર્થમાં જઈ શકાય છે.
* “હે જીવ! તું ભૂલમા, સુખ અંતરમાં છે, તે બહાર શોધવાથી નહીં મળે!”
* જે કામ માટે તું જન્મ્યો છો, તેનું અનુપ્રેક્ષણ કર, તારા સ્વભાવને સમજ?
* હે મૂર્ખ! ક્ષણિક દેહની ખાતર ત્રિકાળ સ્વભાવને ન ભૂલ રાખને માટે રત્ન ન
બાળ.
* પરભાવમાં જવું તે મરણ છે અને સ્વભાવમાં રહેવું તે જીવન છે....
* આ શરીર મારૂં નથી, હું તો શરીરથી જુદો જાણનાર જ છું. હું અમર ધ્રુવ છું. મારૂં
મરણ ખરેખર છે જ નહીં. આ શરીર મારૂં કદી પણ હતું જ નહીં. તો તે છોડતાં
દુઃખ શાનું? મારી ગતિ એક જ ધ્રુવ અને અચલ છે, તે સિવાય મારૂં કાંઇ પણ આ
જગતમાં નથી.–જીવનમાં આવી ભાવના ભાવનારને મરણનો ભય રહેતો નથી.
* તું હંમેશા સુખ ઇચ્છે છે, છતાં તે કેમ નથી મલતું? તેનો વિચાર કર.
* ‘જિન સો હી હૈ આતમા અન્ય હૈ સો કર્મ’ એહી વચનસેં સમજલે જિન
પ્રવચનકા મર્મ.
* જ્ઞાન એ જ સુખ છે; અજ્ઞાન એ જ દુઃખ છે.
* સત્ સમજવા માટે તારે ફરવું પડશે, સત્ ફરે તેમ નથી.
* જ્ઞાનપ્રાપ્તિ માટે જ્ઞાનીનું બહુમાન અનિવાર્ય છે.
* શરીર આદિથી આત્માને લાભ માનવો તે અનંતો રાગ છે; રોગ આદિ પરથી
આત્માને નુકશાન માનવું તે અનંતો દ્વેષ છે.
* અશુદ્ધ ભાવ એ જ આત્માને નિશ્ચયથી બંધ છે. દ્રવ્યબંધ તો માત્ર ઉપચાર છે.
* જગત તેના ભાવે ચાલ્યું જાય છે. તું તારા નિજભાવમાં સ્થિર રહે.
* ભૂલને જાણશે તો ભૂલ ટાળવાનો ઉપાય સમજીને ભૂલ ટાળશે.
* સ્વભાવના યથાર્થ ભાન વગર કદી ધર્મની શરૂઆત પણ થાય નહિ.
* જે ભૂલમાં પડયો છે, ને ગુણને ઓળખતો નથી, તે ગુણીજનોમાં પણ ગુણને ન
જોતાં માત્ર ભૂલને જ દેખે છે.–એ તેની સમજણનો દોષ છે.
* શુભભાવ છે તે અશુભભાવને તો ટાળી શકે છે પણ જન્મ મરણને ટાળી શકતા
નથી.
* સત્યના શરણનો માર્ગ આખી દુનિયાથી જુદો છે. સમ્યગ્દર્શન એટલે સત્નો
સ્વીકાર.
* દરેક કાર્ય અંતરંગ કારણથી જ થાય છે, બહારના કારણથી થતું નથી. સર્વ કાળે