ઃ ૨૪ઃ અષાઢઃ ૨૪૯૦
સર્વ ક્ષેત્રે સર્વ દ્રવ્યમાં અંતરંગ કારણથી જ સર્વ કાર્યની ઉત્પત્તિ થાય છે.
* ત્રણ કાળ ત્રણ લોકમાં એવું કોઈ દ્રવ્ય નથી કે જેનું કાર્ય બીજા દ્રવ્યથી થતું હોય.
* પોતાના જ્ઞાનમૂર્તિ આત્મસ્વરૂપને જાણીને આત્માથી સંતુષ્ટ થવું, આત્માથી તૃપ્ત
થવું, ને આત્મામાં જ લીન થવું.–તે પરમ ધ્યાન છે; તેનાથી વર્તમાન આનંદ
અનુભવાય છે અને થોડા જ કાળમાં જ્ઞાનાનંદસ્વરૂપ પૂર્ણદશાની પ્રાપ્તિ થાય છે.
આમ કરનાર પુરુષ જ તે દશાના પરમ સુખને જાણે છે, બીજાનો તેમાં પ્રવેશ નથી.
* આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને...
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે.
* હે જીવ! સુખ અંતરમાં છે, બહારમાં નથી, સત્ય કહું છું, ભ્રમ ન પામ.
* “પુનર્જન્મ છે, જરૂર છે, એ માટે હું અનુભવથી હા કહેવા અચળ છું.”
* સ્વાશ્રયદ્રષ્ટિ તે સિદ્ધદશાનું કારણ છે ને પરાશ્રયદ્રષ્ટિ તે સંસાર દશાનું કારણ છે.
* “આત્માનો મોક્ષ કરવો એ જ કર્તવ્ય છે.” મોક્ષ તે જ આત્માનું પૂર્ણ સુખ છે.
* સાતમી નરકનો નારકી સમ્યગ્દ્રષ્ટિ સુખી અને સ્વર્ગનો દેવ મિથ્યાદ્રષ્ટિ દુઃખી;
આમાં પુણ્યની શું કિંમત!! અહો, સ્વભાવદર્શન, તારો મહિમા! અપૂર્વ અને
અનુપમ છે;
અજીર્ણ
* જ્ઞાનનું અજીર્ણઃ–પોતાના જાણપણાનો ગર્વ, અને બીજા સાધર્મીપ્રત્યે તિરસ્કાર કે
તેનો અનાદર કરવો તે;
* ત્યાગનું અજીર્ણઃ– પોતાની માનેલી ક્રિયાઓ જે ન કરતા હોય પણ જ્ઞાનમાં સારા
હોય, છતાં તેની નિંદા કરે, અને હું તેનાથી કાંઇક અધિક છું એમ માનવું તે .
આ બન્ને મહા દોષો છે, ને તે તીવ્ર મોહબંધનું કારણ છે.
* જેને બેહદ ચૈતન્ય દ્રવ્યની પ્રાપ્તિ થઇ છે તે ‘મહાત્મા’ એક સમયની પર્યાયથી
પોતાની મહત્તા કેમ માને? ને તેથી તેને તેનું અભિમાન ક્યાંથી થાય? જેણે
પોતાની પૂર્ણતાને જોઈ નથી તે જ ‘પામર’ તૂચ્છ પર્યાય વડે પોતાની મહત્તા
માનીને અભિમાન કરે છે. જેણે અંશમાં (તે અંશ પણ સજાતીય નહિ પણ
વિજાતીય, તેમાં) અહંકાર કર્યો છે તેણે અંશમાં જ સંતોષ છે, તે પૂરાની પ્રાપ્તિનો
પ્રયત્ન નહિ કરે. અહો, અનંતમા ભાગનું જે અલ્પ જ્ઞાન, તેનો અહંભાવ
પૂર્ણતાના સાધકને શેનો હોય?
* હે સાધર્મી બંધુ! અપૂર્વ આત્મકલ્યાણ માટે, અનંતકાળે પ્રાપ્ત થયેલા આ મહાન
સુઅવસરને અંતરના ઉમળકાપૂર્વક વધાવી લેજે, તારા આત્મકલ્યાણ માટે આ
જીવનના સુઅવસરને સર્વ પ્રકારે સફળ બનાવજે. એક તરફ અનંતકાળનું
સિદ્ધદશાનું સુખ છે; બીજી