અષાઢઃ ૨૪૯૦ઃ ૨પઃ
તરફ?–અનંત અનંત જન્મ મરણનું દુઃખ છે. તારા આત્મજીવનની લગામ તારા
હાથમાં છે, સિદ્ધદશા તરફ જ પ્રયાણ કરજે.
* તારો આત્મા રાગવડે જણાય નહિ અને જ્ઞાનવડે જણાયા વિના રહે નહિ, એવું
તારૂં સ્વરૂપ છે. એવી તારામાં શક્તિઓ પડી છે માટે તેના સામું જો.
* બધાય પર પરિણામોથી જુદું રહીને જ્ઞાન જાણે છે.
* વસ્તુનું સ્વરૂપ દરેક સમયે પોતાનું કાર્ય કરી જ રહ્યું છે, સ્વરૂપ સ્વીકારે તે
ભગવાન થાય.
જબ જાણ્યો નિજરૂપકો, સબ જાણ્યો તબ લોક,
જાણ્યો નહિ નિજરૂપકો, સબ જાણ્યો સો ફોક.
જેણે આત્મા જાણ્યો, તેણે સર્વ જાણ્યું.
સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય, આરાધ્ય! પ્રભાવ આણી.
અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઇ ન બાંહ્ય સ્હાશે.
* હે ભાઈ, આ અનંત દુઃખમય સંસારમાં એક માત્ર સર્વજ્ઞ દેવનો ધર્મ જ જીવને
શરણરૂપ છે; એમ જાણીને અંતરમાં સર્વજ્ઞના ધર્મનો અત્યંત મહિમા લાવીને
તેની આરાધના કર, આરાધના કર! સર્વજ્ઞના ધર્મની આરાધના કરવાથી તારૂં
એકાંત અનાથપણું ટળીને તું સનાથ થઇશ, તને તારો સાચો નાથ મળશે. એના
સિવાય બીજું કોઇ તને સહારો કરે તેમ નથી.
* “સહજાત્મ સ્વરૂપ ચિદાનંદ”.
* તારા અંતરસ્વરૂપમાં ચૈતન્યભાવથી ભરપૂર આનંદસમુદ્ર હિલોળા મારતો ઊછળી
રહ્યો છે, તેમાં ડુબકી મારીને પાવન થઇ જા. તારા આનંદસમુદ્રને જોતાં જ તને
આ સંસારસમુદ્રની આકુળતા મટી જશે. તું સંસારસમુદ્રનો પાર પામી જઇશ.
ભગવાન મહાવીર ઉપદેશ કરે છે–
અહો ભવ્ય લોકો! તમારૂં સુખ અંતરમાં છે, બહારમાં સુખ નથી. સંસાર એકાંત
અને અનંત દુઃખરૂપ છે. શોકમય છે, એમાં મધુરતા અને મોહ ન કરતાં એનાથી નિવૃત્ત
થાવ, નિવૃત્ત થાવ; અહો લોકો, સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે, તેનું મૂળ
અજ્ઞાન છે. સાચા જ્ઞાનવડે એનો પાર પામવા પુરુષાર્થનો ઉપયોગ કરો. ઉપયોગ કરો.
‘આ અસ્થિર અને ક્ષણિક સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ જ છે. હું એવી કરણી કરું કે
જે કરણીથી દુર્ગતિ પ્રત્યે ન જઉં. એનો વિચાર તત્ત્વઅભિલાષી કરે છે. મહાવીરનો એક
સમય માત્ર પણ સંસારનો ઉપદેશ નથી.
* એક જ વાર તું તારા સ્વભાવને આખા વિશ્વથી ભિન્નપણે દેખ, તો ફરીથી કદી તને
સ્વરૂપમાં ભ્રાંતિ પડે નહિ ને વિશ્વમાં ક્યાંય મમત્વ થાય નહિ; આત્મસ્વરૂપની મહત્તા