Atmadharma magazine - Ank 249
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 35

background image
ઃ ૨૬ઃ અષાઢઃ ૨૪૯૦
કદી જાય નહિ, ને પરની મમતા કદી થાય નહિ. માટે એકવાર અવશ્ય એમ કર.
* આત્મસ્વરૂપથી વિશેષ મહિમાવાળી કોઇ પણ ચીજ આ જગતમાં નથી.
આત્મસ્વરૂપથી મહત્ એવું કાંઇ નથી; એવો કોઇ પ્રભાવજોગ આ સૃષ્ટિને વિષે
ઉત્પન્ન થયો નથી–છે–નહિ–અને થવાનો પણ નથી કે જે પ્રભાવજોગ પૂર્ણ આત્મ
સ્વરૂપને વિષે પણ પ્રાપ્ત ન હોય.
* “જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી” એ જ અદ્ભુત આશ્ચર્ય છે, અવ્યાબાધ
સ્થિરતા છે.
* સમ્યક્ત્વ સહિત નરકવાસ પણ ભલો છે, અને સમ્યક્ત્વ રહિતનો દેવલોકમાં
નિવાસ પણ શોભા પામતો નથી.
* અપાર એવા સંસારસમુદ્રથી રત્નત્રયીરૂપ જહાજને પાર કરવા માટે સમ્યગ્દર્શન
ચતુર ખેવટીઓ (નાવિક) છે.
* જે જીવને સમ્યગ્દર્શન છે તે અનંત સુખ પામે છે અને જે જીવને સમ્યક્દર્શન
નથી તે પુણ્ય કરે તોપણ અનંત દુઃખ ભોગવે છે.
* હે જીવ! તારે પુણ્યના ફળને શોધવા નહીં જવું પડે–પણ પુણ્ય ફળ દેવા માટે તને
શોધવા આવશે–માટે પુણ્યની કે પુણ્યના ફળની ઇચ્છા છોડી દે.
* દેહના વિયોગ સમયે નિશ્ચિંત રહેજો. આત્મા શાશ્વત છે.
* કરવાના કામો કરી લ્યો, વખત અમૂલ્ય છે એ યાદ રાખો અને અયોગ્ય રીતે કોઇ
શક્તિનો ઉપયોગ ન થાય તથા એક પળ પણ નકામી ન જાય તેની કાળજી રાખો.
* સ્વરૂપનું જ્ઞાન મનુષ્ય જીવનનું કર્તવ્ય છે અને તે જ્ઞાન મેળવી લેવામાં જ
મનુષ્ય જીવનની સફળતા છે.
***
સોનગઢમાં ચૌસઠ ઋદ્ધિમંડલ વિધાન
અષાડ માસની અષ્ટાહ્નિકા દરમિયાન સોનગઢમાં
નંદીશ્વરપૂજનની સાથે સાથે ચોસઠ ઋદ્ધિમંડલ વિધાન
પૂજન કરવામાં આવ્યું હતું; જેમાં ઋદ્ધિધારી મુનિશ્વર
ભગવંતોનો મહિમા દેખીને સૌને મુનિભક્તિની વિશેષ
ભાવના જાગતી હતી. અષાડ વદ એકમનો દિવ્યધ્વનિનો
દિવસ પણ આનંદથી ઊજવાયો હતો.