અષાઢઃ ૨૪૯૦ઃ ૨૭ઃ
મોક્ષનો એક જ ઉપાય
ભગવતીપ્રજ્ઞા જ મોક્ષનું સાધન છે; આત્માથી ભિન્ન સાધનનો અભાવ છે.
મોક્ષ અધિકારમાં મોક્ષનો ઉપાય દર્શાવતાં
આચાર્યપ્રભુ કહે છે કે આત્માના સ્વભાવને અને
બંધભાવને–એ બન્નેને તેમના લક્ષણોવડે ભિન્નભિન્ન
ઓળખીને, જુદા કરવા–તે જ એક નિયમથી મોક્ષનો
ઉપાય છે. અને એનું સાધન, આત્માથી અભિન્ન એવી
ભગવતીપ્રજ્ઞા જ છે. આત્માના મોક્ષનું સાધન આત્માથી
ભિન્ન નથી. જેમ મોક્ષ આત્માથી ભિન્ન નથી તેમ તેનું
સાધન પણ આત્માથી ભિન્ન નથી. ભાઈ, તારા મોક્ષનું
સાધન અંતરમાં તારા આત્માના આશ્રયે જ છે....માટે
આત્મા તરફ વળીને સ્વાશ્રયે મોક્ષના માર્ગનું સેવન કર.
પ્રશ્ન– મોક્ષનું કારણ શું છે?
ઉત્તરઃ– આત્મા અને બંધને જુદા કરવા તે એક જ મોક્ષનું કારણ છે. આ સિવાય
બંધનના પ્રકારો વગેરેને જાણ્યા કરે કે તેનું ચિંતન કર્યા કરે, ‘મારે બંધનથી છૂટવું છે–
છૂટવું છે’ એમ ચિંતા કર્યા કરે–તો તેથી કાંઇ બંધનથી છૂટકારો થતો નથી. બંધનથી
છૂટકારો તો એક જ ઉપાયથી થાય છે કે આત્માનો સ્વભાવ અને બંધભાવ–એ બન્નેને
જુદા કરવા.
પ્રશ્નઃ– આ એક જ મોક્ષનું કારણ કેમ છે?
આમ મોક્ષનો જિજ્ઞાસુ થઇને તેનો ઉપાય સમજવા માટે જે જીવ પ્રશ્ન પૂછે છે
તેને આચાર્યદેવ સમજાવે છે–
બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મનો,
જે બંધ માંહી વિરક્ત થાયે, કર્મમોક્ષ કરે અહો. (૨૯૩)
અબંધસ્વભાવી ચૈતન્યસ્વભાવથી ભરેલો ભગવાન આત્મા, અને બીજી બાજુ
વિકારરૂપ એવા બંધભાવો–એ બન્નેનો સ્વભાવ અત્યંત ભિન્ન છે.–આવી ભિન્નતા જે
જાણે છે