તે નિજસ્વભાવ તરફ વળતો થકો, બંધોથી વિરમે છે,–એટલે તે કર્મોથી મુક્ત થાય છે. આ
સિવાય બીજી રીતથી મુક્તિ થતી નથી; આ એક જ મોક્ષનો ઉપાય હોવાનો નિયમ છે.
પણ રસઋદ્ધિ વગેરે અનેક ઋદ્ધિ–લબ્ધિઓ પ્રગટે પણ ચૈતન્યચમત્કાર પાસે જગતના
બીજા કોઇ ચમત્કાર કે ઋદ્ધિની મહત્તા તેમને નથી. નિર્દોષતા ને વીતરાગતા જેમાં ભરી
છે–એવો આત્મા બંધભાવોથી અત્યંત જુદો છે. રાગાદિ દોષો તે તો બંધનો સ્વભાવ છે,
તે આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ તો ચૈતન્યભાવથી જ સર્વત્ર ભરેલો છે.
સમાય છે, ને કેવળજ્ઞાનાદિ અનંત ઋદ્ધિ તારા ચૈતન્યચમત્કારમાં સમાય છે. જગતને
બહારના ચમત્કારનો મહિમા આવે છે કે સોમા સતીના શીલના પ્રતાપે સર્પનો હાર બની
ગયો, ભક્તિથી જેલના તાળાં તૂટી ગયા, વગેરે;–પરંતુ ચૈતન્યના ગુપ્ત ચમત્કારમાં બેહદ
સ્વભાવસામર્થ્ય ભર્યું છે–તે પોતાના ચમત્કારનો મહિમા પોતાને આવતો નથી. સ્વભાવ
શું ચીજ છે ને પરભાવરૂપ બંધભાવ કઇ રીતે ભિન્ન છે તે જાણે તો બંધનથી પાછો
વળીને સ્વભાવ તરફ વળે ને મોક્ષઉપાય પ્રગટે.
જે જીવ બંધભાવને અને આત્મસ્વભાવને ખરેખર જુદા ઓળખે તે જીવ બંધથી પાછો
ફરીને સ્વભાવ તરફ વળ્યા વગર રહે જ નહિ. જો એમ ન થાય તો તેણે ખરેખર બન્નેને
જુદા જાણ્યા જ નથી, ભેદજ્ઞાન કર્યું જ નથી.
જે દ્વિધાકરણ તે એક જ નિયમથી મોક્ષકારણ છે, બીજું કોઇ મોક્ષકારણ નથી.
શિષ્યને આચાર્યદેવ સાધન બતાવતાં કહે છે કેઃ આત્મા અને બંધને ભિન્ન કરવામાં
ભગવતી પ્રજ્ઞા જ સાધન છે. કેમકે બીજા કોઇ ભિન્ન સાધનનો અભાવ છે–