પ્રજ્ઞા છીણી થકી છેદતાં બંને જુદા પડી જાય છે. (૨૯૪)
મોક્ષનું સાધન છે, અને તે સાધન “પ્રજ્ઞા” છે. પ્રજ્ઞા એટલે આત્મા અને બંધ બંનેના
સ્વલક્ષણોને ભિન્નભિન્ન ઓળખનારું જ્ઞાન; બંનેને ભિન્ન ઓળખીને તે જ્ઞાન,
પરિણમે છે. આવી જ્ઞાનપરિણતિરૂપ જે ભગવતીપ્રજ્ઞા તે જ મોક્ષનું સાધન છે.
વગરના છે. અરે ભાઈ! તું જરાક વિચાર તો કર કે આત્માની શુદ્ધીનું સાધન અશુદ્ધતા કેમ
હોય? આત્માની શુદ્ધીનું સાધન આત્માથી બહાર કેમ હોય? રાગ તો ઉદયભાવ છે ને મોક્ષ
સાધનને શોધે–વિચારે તેને તો રાગમાં મોક્ષનું સાધન ભાસતું નથી, પણ રાગને આત્માથી
જુદી પાડનારી જે પ્રજ્ઞા–ભગવતીપ્રજ્ઞા–તે જ મોક્ષનું સાધન અંતરંગમાં પ્રતિભાસે છે.
હોય. કેમકે નિશ્ચયથી ભિન્ન સાધનનો અભાવ છે. જેમ મોક્ષનો કર્તા આત્માથી ભિન્ન
બીજો કોઈ નથી, તેમ તે મોક્ષનું કરણ (સાધન) પણ આત્માથી ખરેખર ભિન્ન નથી.
પ્રજ્ઞા,–એટલે કે રાગથી જુદું પડીને અંતરમાં વળેલું જ્ઞાન, કે જે આત્માથી અભિન્ન છે તે
જ મોક્ષનું ખરૂં સાધન છે. તે સાધનવડે જ આત્મા બંધનને છેદી શકે છે. આ સિવાય
ભેદરૂપ જે વ્યવહાર સાધન તેના વડે ખરેખર બંધન છેદાતું નથી. તે વ્યવહારના
આશ્રયમાં અટકવાથી તો રાગની ઉત્પત્તિ અને બંધન થાય છે. જેના આશ્રયે બંધન થાય
તે પોતે મોક્ષનું સાધન કેમ થઈ શકે? –ન જ થાય. બંધને આત્માથી જુદું પાડનારું જ્ઞાન
તે જ મોક્ષનું કારણ થાય છે. વ્યવહારના આશ્રયથી જેઓ મોક્ષનું સાધન માને છે–
તેઓએ મોક્ષના સાધનની ખરી મીમાંસા કરી નથી, ઊંડો વિચાર કર્યો નથી, છીછરો–
ઉપલકિયો વિચાર કર્યો છે, પણ શાસ્ત્રના મર્મ સુધી તેઓ પહોંચ્યા નથી. ભાઈ, સંતોનું
હાર્દ અને શાસ્ત્રોનો મર્મ તો આ છે કે આત્માના મોક્ષનું સાધન આત્માના આશ્રયે જ
હોય ને બીજાના આશ્રયે ન હોય.