બિંબના દર્શનથી જે ઉર્મિઓ જાગતી તે વચનમાં પૂરી આવતી ન હતી.) એવો જ
જીવનનો આ યાત્રાનો ધન્ય પ્રસંગ છે...સંખ્યાબંધ યાત્રિક ભાઈ–બહેનો ગુરુદેવ સાથે
થયેલી અપૂર્વ યાત્રાનો આનંદ અનુભવતા હતા ને જીવનને સફળ માનતા હતા.
ચડયો છે કે હવે પહાડ ઉપરથી નીચે ઉતરવું ગમતું નથી. જેમ ખરા આત્માર્થીને
ચૈતન્યનો એવો રંગ ચડે કે પરભાવમાં ક્યાંય તેને ગમે નહિ તેમ યાત્રિકોને તીર્થધામ
છોડીને બીજે ક્યાંય જવું ગમતું નથી. અહા, જાણે તીર્થધામમાં જ રહીએ ને
સાધકભાવના રંગથી આત્માને રંગી દઇએ. અનંતા સાધકોએ જ્યાં નિજપદને સાધ્યું
એવી આ સાધનાભૂમિમાં આવ્યા છીએ તો અહીં જ નિજપદને સાધી લઇએ!–આવી
અકથ્ય ઊંડી ઊર્મિઓ જાગતી હતી.
સંસ્કાર હૃદયના ભણકારાની સાથે ધબધબ થતા હતા...યાત્રાનો પવિત્ર પ્રસંગ જીવનમાં
સદાય યાદ રહેશે ને સિદ્ધિપંથની પુનિત પ્રેરણા સદા આપ્યા કરશે–આવી લાગણી બધા
યાત્રિકોમાં દેખાતી હતી. અહો સિદ્ધભગવંતો! આજે ૧૨ કલાક મેં આપના પવિત્ર
ધામમાં વાસ કર્યો...આપની પવિત્ર સિદ્ધભૂમિના સ્પર્શથી મારો આત્મા પાવન
થયો...મને આપના પવિત્ર માર્ગની પ્રાપ્તિ થઈ...ને દુનિયા તો જાણે ક્યાંય ભૂલાઈ ગઈ!
અનંતા તીર્થંકર ભગવંતોની અને સંતોની પવિત્ર ચરણરજને ફરીફરી મસ્તકે ચઢાવીને
તીર્થરાજનું બહુમાન કર્યું, એટલું જ નહીં–આ પણ તીર્થનો અંશ છે અને તેને જ્યારે
જોઈશું ત્યારે તીર્થનું જ સ્મરણ થશે’ એમ કલ્પીને ત્યાંની ચરણરજને બહુમાનપૂર્વક
સાથે લઈ લીધી.
સિદ્ધસ્વરૂપનો સાક્ષાત્ ચિતાર ખડો થતો હતો...ને જાણે કે પોતે એ સિદ્ધોની મંડળી વચ્ચે
જ બેઠા હોય એવા અચિંત્યભાવો સાધકોને ઉલ્લસતા હતા. આવા ધામમાંથી ઉતરતાં
પહેલાં એકવાર ફરીને નયન ભરીભરીને શિખરજીનું અવલોકન કર્યું ને હૃદયમાં તેનો
અચિંત્યમહિમા ભર્યોઃ વાહ શિખરજી ધામ! તમારું સ્થાન ભારતના તીર્થોમાં સર્વોત્કૃષ્ટ
છે. અનંત ચોવીસીના અનંત તીર્થંકરો ને અનંતા મુનિશ્વરોએ અહીંથી સિદ્ધપદ સાધ્યું છે,
ને તેમની