Atmadharma magazine - Ank 252
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 29

background image
આસોઃ ૨૪૯૦ઃ ૯ઃ
અત્યારે પણ જીવ અને શરીરની સ્પષ્ટ ભિન્નતા
જેટલા વર્ણાદિ સહિત રૂપી પદાર્થ છે તેટલા બધાય અજીવ જ છે; શરીર મૂર્ત છે
તે સદાય અજીવ જ છે,–જીવના સંયોગમાં રહેલું હોય ત્યારે પણ શરીર તો અચેતન
અજીવ જ છે. તેમાં કાંઇ એવા પ્રકાર નથી કે અમુક શરીર ‘અજીવ’ ને અમુક શરીર
‘સજીવ’. શરીર તો અજીવ જ છે. ને ચેતનમય તો જીવ જ છે. માત્ર સંયોગને લીધે
શરીરને ‘સજીવ શરીર’ કહેવું તે તો કથનમાત્ર છે. અહીં કહે છે કે જીવ–પુદ્ગલના તે
સંયોગમાં પણ તેમના સ્વરૂપમાં ભેદ હોવાથી તેઓ ભિન્ન જ છે. કાંઈ સિદ્ધમાં જીવ અને
શરીર જુદા, ને અત્યારે જીવ અને શરીર ભેગાં–એમ નથી. અત્યારે ય જુદા છે. ભાઈ,
ઉપયોગમય આત્માને અચેતન શરીર સાથે એકતા ક્યાંથી હોય? અને ચેતનમય–અરૂપી
આત્મા તે અચેતન–રૂપી વાણીને કઇ રીતે કરે? સૌનું કાર્યક્ષેત્ર પોતાના દ્રવ્ય–ગુણ–
પર્યાયમાં હોય કે બહાર હોય? વસ્તુનું કાર્યક્ષેત્ર પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં જ હોય,
બહાર ન હોય. ભાઈ, તું ચેતન, તારા ગુણ ચેતન, તારી પર્યાયો ચેતન, તારું કાર્ય
ચેતન,–તેનાથી બહાર નીકળીને દેહ–મન–વાણી વગેરે અજીવમાં તારું કાર્ય કે તારું
અસ્તિત્વ નથી.–આમ સ્પષ્ટ ભેદજ્ઞાન કરીને જે નિજદ્રવ્યમાં લીન થાય છે તેને જ
મોક્ષમાર્ગ હોય છે; તેને જ માર્ગની પ્રસિદ્ધિ થાય છે.
બેનાં લક્ષણ બે, બેનો જાણકાર એક
જીવ અને શરીર,–એ બે વસ્તુનાં લક્ષણ બે છે, જીવનું લક્ષણ ચેતન, શરીરનું
લક્ષણ મૂર્તપણું. લક્ષણો બે હોવા છતાં બંનેનો જાણકાર તો એક જ છે. જાણનારા કાંઈ બે
(–જીવ ને અજીવ) નથી. એક જીવ જ બંનેના લક્ષણોને જાણનાર છે. બંનેના ભિન્ન
લક્ષણોને જાણીને, બંનેનું ભેદજ્ઞાન કરીને, એક નિજાત્મામાં લીનતા કરવી તે તાત્પર્ય છે.
ભિન્નતા વગર લીનતા નહિ
ભિન્નતા વગર લીનતા નહિ, એટલે કે પરથી ભિન્નતાનું જેને ભાન નથી તેને
સ્વમાં લીનતા થતી નથી. સ્વ–પરની ભિન્નતાનું જેને ભાન નથી તે તો દેહની ચેષ્ટાઓને
પોતાની જ માનીને તેમાં લીનપણે વર્તી રહ્યો છે ને સંસારભ્રમણ કરી રહ્યો છે. એનાથી
છોડાવવા સંતોએ કૃપા કરીને ભેદજ્ઞાનવડે સમ્યક્માર્ગ પ્રસિદ્ધ કર્યો છે. અનાદિથી
અજ્ઞાનને લીધે જીવને ખબર નથી કે હું કોણ છું ને મારું સ્વરૂપ શું છે? તે પોતાને
શરીરાદિરૂપ માને છે, શરીરની ક્રિયાઓને પોતાની માને છે. તેમને જીવ શું ને અજીવ શું
તેનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવીને મુક્તિનો માર્ગ પ્રાપ્ત કરાવવા અર્થે જડ–ચેતનના ભિન્ન
લક્ષણો