Atmadharma magazine - Ank 252
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 29

background image
ઃ ૧૦ઃ આસોઃ ૨૪૯૦
ઓળખાવ્યા છે. ભગવાને કહેલાં આ ભિન્ન લક્ષણોને જાણીને, સ્વદ્રવ્યને એકને જ
અવલંબતો થકો જીવ ભેદવિજ્ઞાની થાય છે, અને નિજાત્મદ્રવ્યમાં લીન થઇને
વીતરાગભાવ વડે મોક્ષમાર્ગ સાધીને પરમસુખનો ભોક્તા થાય છે. ભેદજ્ઞાનરૂપ
સમ્યક્માર્ગનું આ ફળ છે.
જ્ઞાનસ્વભાવ
ભાઈ, તું જીવ; તારો સ્વભાવ જ્ઞાન; જ્ઞાનની પૂર્ણતા એટલે સર્વજ્ઞતા; એમાં રાગ
કે શરીર ક્યાં આવ્યા? આવા સર્વજ્ઞસ્વભાવનો નિર્ણય તો કર. એ નિર્ણયમાં
વીતરાગતા લાવવાનું જોર છે. જ્યાં નિર્ણય થયો કે હું સર્વજ્ઞસ્વભાવી જ્ઞાયક છું’–ત્યાં
રાગમાંથીયે કર્તૃત્વ હટી જાય છે તોપછી શરીરાદિ અચેતનમાં તો એકત્વબુદ્ધિ ક્યાંથી
રહે? ને જેનાથી ભિન્નતા જાણી તેમાં લીનતા પણ કેમ થાય?–ન જ થાય; એટલે
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરતાં સ્વદ્રવ્યમાં એકમાં જ લીન થવાનું રહ્યું.–એ જ મુમુક્ષુનો
માર્ગ છે, ને સંતોએ એ માર્ગ પ્રસિદ્ધ કર્યો છે.
સાત પદાર્થો
પ્રથમ તો, સ્વપરનું જેને ભેદજ્ઞાન નથી, સમ્યક્ માર્ગની જેને પ્રસિદ્ધિ નથી એવો
સંસારી જીવ અનાદિથી બંધનની ઉપાધિને વશ થયો છે, ને તેના નિમિત્તે તે જીવ
સ્નિગ્ધપરિણામ એટલે કે રાગ–દ્વેષ–મોહરૂપ ચીકણા ભાવ કરે છે. જીવ પોતે એવા
ભાવરૂપે કર્મના નિમિત્તે પરિણમે છે. ને તે વિકારી ભાવોના નિમિત્તે ફરી ફરી કર્મો
બંધાય છે. સંસારભ્રમણમાં જીવ–અજીવનું નિમિત્ત નૈમિત્તિકપણું બતાવવું છે. અને
સંસાર અનાદિનિધન તથા અનાદિસાંત હોય છે, તેમાં ‘અનાદિસાંત’ કહેતાં સંવર–
નિર્જરા તત્ત્વો ગર્ભિતપણે આવી ગયા, કેમ કે સંવર–નિર્જરા વડે જ સંસારનો અંત થાય
છે. આમ જીવ અને અજીવદ્રવ્યોનું ભિન્નભિન્ન સ્વરૂપ હોવા છતાં તેમના પરિણામના
પરસ્પર નિમિત્તથી પુણ્ય–પાપ વગેરે પદાર્થો ઉત્પન્ન થાય છે, તે સાતતત્ત્વોનું સ્વરૂપ
જાણવું તે મોક્ષમાર્ગની સિદ્ધિ માટે જરૂરનું છે. ક્યા તત્ત્વો હેય, ક્યા તત્ત્વો ઉપાદેય, ક્યા
તત્ત્વો મોક્ષનું કારણ, ક્યા તત્ત્વો સંસારનું કારણ એ બરાબર ઓળખવું જોઇએ.
ભાવ પુણ્ય–પાપ જીવનું કાર્ય છે, પણ તે ઉપાદેય નથી
શુભ પરિણામરૂપ ભાવ તે પુણ્ય અને અશુભપરિણામરૂપ ભાવ તે પાપ, તે
પુણ્ય–પાપને જીવ પોતે રચે છે, નિશ્ચયથી જીવ પોતે જ કર્તા થઇને તે પુણ્ય પાપને
રચે છે એટલે તે જીવનું કાર્ય છે. ને તેના નિમિત્તે બંધાતું જે શુભાશુભકર્મ તે પુણ્ય–
પાપના કર્તા