મિથ્યાત્વાદિનો આસ્રવ પણ થયા કરે છે. સમ્યગ્દર્શન વગર સંવરધર્મ થાય નહિ.
સંવર વિના કર્મબંધ અટકે નહિ અને કર્મબંધન અટકયા વગર મોક્ષ થાય નહિ. અહીં
સમ્યગ્દર્શન ઉપરાંત મુનિના વિશેષ સંવરની વાત કરી છેઃ મુનિદશામાં તો
ચૈતન્યપરિણતિ એવી નિર્મળ થઈ ગઈ છે કે તેમાં રાગ–દ્વેષરૂપ મલિનતા થતી નથી;
કોઈ પૂજે કે કોઈ નિંદે–તેમાં તેમને સમભાવ છે, જીવન કે મરણ પ્રત્યે જેને સમભાવ
છે, આવી સમભાવરૂપ વીતરાગ પરિણતિવડે શુભાશુભ કર્મનો આસ્રવ થતો નથી.
પણ સંવર જ થાય છે. સમ્યગ્દ્રષ્ટિ–ગૃહસ્થને જેટલા રાગ–દ્વેષ છે તેટલો આસ્રવ છે;
પણ તે રાગ–દ્વેષ વખતે ય સમ્યગ્દર્શનરૂપી સંવર તો ચાલુ જ છે એટલે મિથ્યાત્વાદિ
૪૧ પ્રકૃતિનો આસ્રવ તો તેને થતો જ નથી. સમ્યગ્દર્શન પણ અપૂર્વ સંવર દશા છે;
અને ચારિત્રદશા તો ઘણી નિર્મળ છે, તેમાં ઘણો સંવર છે.
પ્રભુતાથી ભરેલો હું પણ જગતના કોઇ જીવ–અજીવની અવસ્થાનો કર્તા નથી. પરમાં
મારું કર્તૃત્વ નથી તેમ તે મને ઇષ્ટ કે અનિષ્ટ પણ નથી. જ્યાં આવો સમ્યક્ અભિપ્રાય
થયો ત્યાં રાગ–દ્વેષનું જોર તૂટી ગયું. જેને ઇષ્ટ કે હિતકારી માને તેના પ્રત્યે
મમત્વબુદ્ધિથી રાગ થયા વગર રહે નહિ, અને જેને અનિષ્ટ કે દુઃખકારી માને તેના પ્રત્યે
દ્વેષબુદ્ધિથી દ્વેષ થયા વગર રહે નહિ, આ રીતે પરદ્રવ્યમાં ઇષ્ટ–અનિષ્ટપણાની બુદ્ધિ તે
રાગદ્વેષનું મૂળ છે. જ્યાં એવી મિથ્યાબુદ્ધિ પડી હોય ત્યાં રાગ–દ્વેષ ટળે નહિ ને
સમભાવરૂપ સંવર થાય નહિ. માટે સંવરનો પહેલો માર્ગ એ છે કે યથાર્થ ભેદજ્ઞાન કરવું.
પછી સ્વરૂપમાં સ્થિરતા વડે શુદ્ધોપયોગ થતાં સંવરની પૂર્ણતા થાય છે. શુદ્ધોપયોગ તો
સાક્ષાત્ નિરારુંવ છે. સમ્યગ્દર્શન થતાં ઘણો સંવર પ્રગટયો હોવા છતાં હજી જેટલા
શુભાશુભ પરિણામ છે તેટલો આસ્રવ પણ છે; પણ તે આસ્રવને ચૈતન્યસ્વભાવથી
ભિન્નપણે જાણતા થકા જ્ઞાની તેમાં તન્મય થઇને પરિણમતા નથી, માટે શ્રદ્ધાઅપેક્ષાએ
તો તેને પણ નિરારુંવપણું જ છે.
શુભરાગને સંવરના કારણ તરીકે માને છે; આસ્રવનો માર્ગ બહિર્મુખ છે ને સંવરનો
માર્ગ અંતર્મુખ છે,–એવા ભિન્નભિન્ન માર્ગને અજ્ઞાની ઓળખતો નથી, એટલે ભ્રમથી
સંવરના માર્ગને