Atmadharma magazine - Ank 252
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 29

background image
આસોઃ ૨૪૯૦ઃ ૧પઃ
બદલે આસ્રવના માર્ગે તે ચડી જાય છે; ઊભો છે આસ્રવ વચ્ચે, અને માને છે એમ કે હું
સંવરના માર્ગમાં છું–તેને આસ્રવ કયાંથી અટકે? ને સંવર કયાંથી પ્રગટે?
સંવરદશા અંતરની ચીજ છે, એ કાંઈ બહારની ક્રિયામાં નથી. ચૈતન્યની નિર્મોહ–
વીતરાગ પરિણતિ વડે રાગ–દ્વેષ–મોહભાવ અટકી જાય તે સંવર છે, એવો સંવરભાવ
પ્રગટતાં કર્મનો આસ્રવ પણ અટકી જાય છે, તે દ્રવ્યસંવર છે. અંદરની નિર્મળદશાને જે
ઓળખતો નથી તે બહારથી સંવરનું માપ કરવા જાય છે. બહારમાં સંયોગો છોડીને બેસે
ને શુભક્રિયાઓમાં ઉપયોગને જોડે પણ ભેદજ્ઞાન વડે ભાવશુદ્ધિ ન કરે, તો ભાવશુદ્ધિ
વગર સંવર થાય નહિ. ભાવશુદ્ધિ વગર ભાવહિંસા છૂટે નહિ, કેમકે મિથ્યાત્વભાવનું
સેવન તે જ મોટી આત્મહિંસા છે. ને તે સમસ્તકર્મના આસ્રવનું મૂળ છે. જ્યાં સમ્યક્
આત્મભાન થયું, વિકાર અને ચૈતન્યસ્વભાવનું ભેદજ્ઞાન થયું ત્યાં તે ભેદજ્ઞાનના બળે
સમસ્ત આસ્રવનું મૂળ છેદાઇ ગયું...ને અપૂર્વ સંવરની શરૂઆત થઇ–આનું નામ ધર્મ ને
આ જ મોક્ષનો માર્ગ.
સમ્યગ્દર્શન થયા પછી અવ્રતાદિનો રાગ હોય, પણ તે રાગ સમ્યગ્દર્શનને
બગાડતો નથી. જેમ રાગ વડે સમ્યગ્દર્શન થતું નથી, તેમ સમ્યગ્દર્શનની ભૂમિકામાં રાગ
હોય તે રાગવડે સમ્યગ્દર્શનનો નાશ પણ થતો નથી. સમ્યગ્દર્શન થયા પછી રાગ–દ્વેષ
થાય જ નહિ–એવો નિયમ હોય તો તો ચોથા ગુણસ્થાન અને તેરમા ગુણસ્થાન વચ્ચે
કોઇ આંતરો જ ન રહે; સમ્યગ્દર્શન થતાં વેંત જ વીતરાગતા ને કેવળજ્ઞાન થઇ જાય.–
પણ એવો નિયમ નથી. સમ્યગ્દ્રષ્ટિને અમુક રાગ હો તોપણ તેને રાગ વખતે તેનાથી
જુદી જ સમ્યગ્દર્શનપરિણતિની ધારા અખંડપણે વહી રહી છે; એટલે રાગકૃત આસ્રવ
અને સમ્યગ્દર્શનકૃત સંવર એ બંને તેને એક સાથે જ વર્તે છે. રાગ હોય તે ચારિત્રદોષ
છે, અને રાગ સાથે તન્મયપરિણતિ થઈ જાય તો શ્રદ્ધાનો દોષ છે. શ્રદ્ધાનો જ્યાં દોષ
હોય ત્યાં તો સંવરધર્મ અંશમાત્ર નથી હોતો. ચારિત્રનો દોષ (અસ્થિરતાના રાગદ્વેષ)
હોય પણ જો શ્રદ્ધા સાચી વર્તતી હોય તો ત્યાં થોડોક આસ્રવ ને ઘણો સંવર છે.–આવા
યથાર્થ જ્ઞાનવડે માર્ગની પ્રસિદ્ધિ થાય છે. જેને તત્ત્વનિર્ણયમાં ભૂલ હોય તેને માર્ગ
પ્રસિદ્ધ થતો નથી.
જુઓ, સંવર કોને થાય?–કે જેને અશુભનો તો નિરોધ હોય ને શુભનો પણ
નિરોધ હોય–એવા વિરત યોગીને સંવર થાય છે; એટલે શુભપરિણામને સંવરનું કારણ
ન કહ્યું પણ શુભપરિણામના અભાવને સંવરનું કારણ કહ્યું. શુભપરિણામ તો પુણ્યકર્મના
આસ્રવનું કારણ છે. આસ્રવના કારણને જે સંવરનું કારણ માને તેને ખરેખર સંવર થતો
નથી, તેમજ