નિવૃત્તિ નથી થઇ, પરંતુ જે શુભાશુભ ભાવો છે તેનાથી ભિન્ન ચિદાનંદ સ્વભાવને
સ્વાનુભવથી જાણ્યો છે, એટલે અનુભવદ્રષ્ટિમાં તેને શુભાશુભનો અભાવ છે; તેથી
શુભાશુભપરિણામમાં એકત્વબુદ્ધિથી જે અનંત આસ્રવ થતો તે તો તેને અટકી જ ગયો
છે, મિથ્યાત્વકૃત અનંતા કર્મોનો તો સંવર થયો છે, ને શુભાશુભકૃત અલ્પ આસ્રવ છે.
શુદ્ધોપયોગી મુનિને પૂર્ણ સંવર થાય છે.
મોક્ષનું મૂળ કારણ સમ્યગ્દર્શન છે. ભેદજ્ઞાન કરીને ઉપયોગ જ્યાં નિજસ્વભાવ તરફ
ઝૂક્યો ત્યારે શુભાશુભપરિણામના અભાવથી દ્રવ્યકર્મના આસ્રવનો પણ અભાવ થયો.
એટલે વિકારપરિણામ વગરની એકલી બાહ્યક્રિયા કે યોગનું કંપન તે ખરેખર બંધનું
કારણ નથી. કઇ બાજુ ઉપયોગને વાળવાથી આરુંવ અટકે એની પણ જેને ઓળખાણ
નથી તે ઉપયોગને કયાં લઇ જશે? વિકારીભાવ વગર એકલું પ્રદેશોનું કંપન હોય ત્યાં
રજકણો આવીને તરત જ ચાલ્યા જાય છે, આત્મા સાથે તે બંધાતા નથી, તેમાં સ્થિતિ કે
રસ હોતો નથી. આ રીતે સમ્યગ્દર્શન અને શુદ્ધોપયોગ થતાં ભાવસંવર તેમજ દ્રવ્યસંવર
થાય છે; એટલે સંવરનો પ્રયોગ અંતરમાં છે. સમ્યગ્દર્શનમાં સ્વભાવની શુદ્ધતાનું વેદન
થયું ને એટલો સંવર થયો છતાં હજી જેટલા શુભાશુભપરિણામ થાય છે તેટલું
અશુદ્ધતાનું વેદન પણ છે ને તેટલો આસ્રવ પણ થાય છે. શુદ્ધોપયોગ વડે શુભાશુભ
ભાવ અટકયા તેટલો સંવર થયો, અને તે શુદ્ધોપયોગમાં જેટલી વૃદ્ધિ થઇ તેટલી નિર્જરા
થઇ. આ રીતે શુદ્ધોપયોગના જ બળથી નવા કર્મનો આસ્રવ અટકે છે, જુનાં કર્મો નિર્જરે
છે; એટલે શુદ્ધોપયોગ તે મોક્ષનો હેતુ છે.