Atmadharma magazine - Ank 252
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 29

background image
આસોઃ ૨૪૯૦ઃ ૧૭ઃ
નિ ર્જ રા
શુભપરિણામમાં ઉપયોગને જોડીને તેને જે
લાભનું (સંવર–નિર્જરાનું) કારણ માને, તેનો
ઉપયોગ તો રાગમાં એકાગ્રતાથી મલિન થઇ રહ્યો
છે, અને તે તો આસ્રવનું જ કારણ છે; તેને
જ્ઞાનીના માર્ગની પ્રસિદ્ધિ થતી નથી. જ્ઞાનીના
અંતરમાં તો સમ્યગ્દર્શનરૂપી દીવડા વડે માર્ગની
પ્રસિદ્ધિ થઈ છે. તેનો ઉપયોગ રાગથી જુદો પડી
ગયો છે એટલે ઉપયોગમાં શુદ્ધતા પ્રગટી છે, તે
શુદ્ધતા સંવર–નિર્જરાનું કારણ છે.
[પંચાસ્તિકાય ઉપરના પ્રવચનમાંથી]
જગતમાં અનંત આત્મા; એકેક આત્મામાં અનંત ગુણો; અને એકેક ગુણમાં
અનંત તાકાત. આવો મહિમાવંત આત્મસ્વભાવ તેમાં ઉપયોગને રોકતાં કર્મ રોકાય છે,
ને તેમાં ઉપયોગને લીન કરીને વિશેષ શુદ્ધતા કરતાં અશુદ્ધતા છૂટી જાય છે ને કર્મો
નિર્જરી જાય છે. આ રીતે નિર્જરામાં ત્રણ પ્રકાર આવ્યા (૧) શુદ્ધતાની વૃદ્ધિ (૨)
અશુદ્ધતાની હાની અને (૩) કર્મોનું ખરવું. પહેલા બંને પ્રકાર ભાવનિર્જરારૂપ છે, તેમાં
એક અસ્તિરૂપ ને બીજામાં નાસ્તિરૂપ પ્રકાર છે; ને ત્રીજો પ્રકાર તે દ્રવ્યનિર્જરા છે તે
આત્માથી ભિન્ન, જડમાં છે.
આવી નિર્જરા તે મોક્ષનો હેતુ છે. આવી નિર્જરા સંવરપૂર્વક થાય છે; અને સંવર
ભેદજ્ઞાનપૂર્વક થાય છે. જેને ભેદજ્ઞાન નથી, જેને શુદ્ધઆત્માનો અનુભવ નથી તેને સંવર,
નિર્જરા કે મોક્ષ થતો નથી. જેણે દ્રવ્યકર્મથી ભિન્ન આત્માને જાણ્યો નથી. જેણે અશુદ્ધ
ભાવોથી ભિન્ન આત્મસ્વભાવને જાણ્યો નથી, એટલે શુદ્ધતા ને અશુદ્ધતા વચ્ચે કે સ્વ અને