Atmadharma magazine - Ank 252
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 29

background image
ઃ ૧૮ઃ આસોઃ ૨૪૯૦
પર વચ્ચે ભિન્નતાનો જેને વિવેક નથી તે શુદ્ધસ્વભાવમાં એકાગ્ર ક્યાંથી થશે? ને
અશુદ્ધતાને તથા કર્મોને ક્યાંથી ટાળશે? તેનો ઉપયોગ તો બહારમાં–રાગમાં ને
પરમાં જ ભમ્યા કરશે એટલે તેને સંવર કે નિર્જરા થાય નહિ. ઉપયોગની સ્વરૂપમાં
એકાગ્રતા વડે જ સંવર થાય છે ને પછી તે ઉપયોગની શુદ્ધતા વધતાં નિર્જરા થાય છે.
આ રીતે શુદ્ધ ઉપયોગ જ સંવર અને નિર્જરાનું કારણ છે. અને સંવર નિર્જરા તે
મોક્ષનું કારણ છે.
‘શુદ્ધોપયોગની વૃદ્ધિ તે નિર્જરા’–જુઓ આચાર્યદેવે કેટલી સરસ વ્યાખ્યા કરી
છે. શુદ્ધ ઉપયોગમાં શુભ–અશુભ પરિણામનો અભાવ છે, એટલે શુભ પરિણામ તે
ખરેખર નિર્જરાનું કારણ નથી.
શુભ પરિણામમાં ઉપયોગને જોડીને તેને જે લાભનું (સંવર નિર્જરાનું) કારણ
માને, તેનો ઉપયોગ તો રાગમાં એકાગ્રતાથી મલિન થઇ રહ્યો છે, અને તે તો આસ્રવનું
જ કારણ છે. સમ્યગ્દ્રષ્ટિના પરિણામમાં રાગ હોવા છતાં, તેનો ઉપયોગ રાગથી જુદો
પડી ગયો છે એટલે ઉપયોગમાં શુદ્ધતા પ્રગટી છે, તે શુદ્ધતા સંવર–નિર્જરાનું કારણ છે;
અથવા શુદ્ધ ઉપયોગ તે પોતે જ ભાવસંવર ને ભાવનિર્જરા છે. સમકિતી ધર્માત્મા
અંર્તદ્રષ્ટિથી જાણે છે કે મારા અનંતા ગુણોમાં ક્ષણેક્ષણે વિશુદ્ધતાનું કાર્ય થઇ જ રહ્યું છે,
પછી બીજાનું મારે શું પ્રયોજન છે?
ભાઈ, પહેલાં તું તારા ગુણને સમજ તો ખરો! નિજગુણોની ખાણને
ઓળખતાં જ તારી પરાશ્રયબુદ્ધિ–વિકારબુદ્ધિ છૂટી જશે ને સ્વભાવનું સ્વાશ્રિત
જીવન પ્રગટ થશે. ચિદાનંદસ્વભાવ એવો છે કે તેનો પત્તો મેળવવા જતાં વિકલ્પો
થાકી જાય છે, વિકલ્પ વડે તે ધ્યાનમાં આવી શકતો નથી. વિકલ્પથી દૂર થઇને
ઉપયોગ જ્યારે અંતરમાં વળે છે ને બીજી ચિંતા છોડીને ત્યાં એકાગ્ર રહે છે ત્યારે
શુદ્ધોપયોગરૂપ ધ્યાન પ્રગટે છે, જેમ જેમ ઉપયોગ એકાગ્ર થતો જાય છે તેમ તેમ
તેની શુદ્ધતા વધતી જાય છે (–અર્થાત્ ચૈતન્યનું પ્રતપન થતું જાય છે) તે
ભાવનિર્જરા છે, તેના વડે ક્ષણમાત્રમાં અનંતા કર્મો ફળ દીધા વગર ખરી જાય છે,
તે દ્રવ્યનિર્જરા છે. આવું નિર્જરાનું સ્વરૂપ જે ઓળખે તેને જ યથાર્થ તત્ત્વશ્રદ્ધા વડે
સમ્યગ્જ્ઞાનીના માર્ગની પ્રસિદ્ધિ થાય છે.
નિર્જરામાં કાંઇ કલેશ નથી પણ અંદર અનુભવમાં નિર્વિકલ્પ આનંદના ઝરણાં
ઝરે છે. નિર્વિકલ્પ ઉપયોગમાં ઉત્કૃષ્ટ નિર્જરા છે; પરંતુ તે સિવાય પણ સમ્યગ્દર્શન થયું