ઃ ૨૦ઃ આસોઃ ૨૪૯૦
સમ્યક્ત્વના બળે જ્ઞાનીને ક્ષણેક્ષણે અનંતા કર્મોની નિર્જરા થતી જાય છે. પણ તેને
હજી જરીક આસ્રવ પણ થાય છે. જ્યારે શુદ્ધોપયોગ પ્રગટ કરી નિર્વિકલ્પપણે
નિજસ્વરૂપને ધ્યાવે છે ત્યારે આસ્રવો સર્વથા રોકાઇને ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે એમ
જાણવું.
વૈરાગ્ય સમાચાર
સુરેન્દ્રનગરમાં તા. ૨૨–૯–૬૪ના રોજ ઘેલીબેન કસ્તુરચંદ ૬૨ વર્ષની વયે
સ્વર્ગવાસ પામ્યા છે. ત્યાંના મુમુક્ષુમંડળના બહેનોને તેઓ ધાર્મિક અભ્યાસ કરાવતા.
તેમનો આત્મા તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં આગળ વધી આત્મહિત સાધો.
રાજકોટમાં શ્રી મોહનલાલ મગનલાલ તૂરખીઆના ધર્મપત્ની સમરતબેન
૬૦ વર્ષની વયે તા. ૨૪–૯–૬૪ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેમને ગુરુદેવ
પ્રત્યે ભક્તિભાવ હતો. શ્રી જિનશાસનની છાયામાં તેમનો આત્મા આત્મહિત
સાધો.
આ....ત્મ....ધ....ર્મ
તત્ત્વપ્રેમી જિજ્ઞાસુ પાઠક બંધુઓ, આપ ‘આત્મધર્મ’ માસીકના ગ્રાહક છો?
ગ્રાહક ન હો તો રૂા. ૪) મોકલીને દીવાળીથી આપ ગ્રાહક બની શકો છો. આપ
ગ્રાહક તરીકે ચાલુ હો તો, નવા વર્ષનું લવાજમ દીવાળી પહેલાં (રૂા. ચાર)
મોકલીને વ્યવસ્થાવિભાગને સહકાર આપશો એવી આશા છે. V. P. માં એક તો
વ્યવસ્થાસંબંધી કાર્ય વધી જાય છે, વિલંબ થાય છે, અને આપને ૭૦ પૈસાનું વધુ
ખર્ચ આવે છે. તો V. P. કરતાં અગાઉથી લવાજમ મોકલી આપી સહકાર આપશો.
કદાચ લવાજમ ટાઈમસર ન મોકલી શકો તો જ્યારે V. P. આવે ત્યારે સ્વીકારી
લેશો, એવી આશા છે.
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)