Atmadharma magazine - Ank 252
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 29

background image
આસોઃ ૨૪૯૦ઃ ૨૧
પ્રવચનની વિવિધ વાનગી
* હે જીવ! જન્મ–મરણનો અંત કરવા માટે સમ્યગ્દર્શન કર.
* સમ્યગ્દર્શન ક્યાંથી નીકળે?
સમ્યગ્દર્શન આત્માના શ્રદ્ધાગુણમાંથી નીકળે છે. શ્રદ્ધાગુણનું સ્વાશ્રિત
સમ્યક્પરિણમન એ જ સમ્યગ્દર્શન.
* તારી બુદ્ધિને સ્વ–પ્રયોજન સાધવામાં જોડ. કાળ થોડો ને બુદ્ધિ અલ્પ,–તેને જ્યાં ત્યાં
વેડફી ન નાખ.–એવા તત્ત્વમાં જ તારી બુદ્ધિને જોડ કે જેનાથી જન્મમરણનો અંત
આવે.
* દુઃખ કેમ મટે?–કે પરની પક્કડરૂપ મમત્વ છૂટે તો દુઃખ છૂટે.
જેમ માટલીમાંથી બોર લેવા માટે વાંદરાએ મૂઠી ભરી પણ બોર પકડેલા હોવાથી
તેનો હાથ બહાર નીકળતો નથી; બીજા કોઇ ભૂતે તેને પકડયો નથી; મૂઠીમાંથી
બોરની પક્કડ છોડી દ્યે તો તેનો હાથ છૂટો જ છે. તેમ અજ્ઞાની જીવે મોહથી ‘પર
મારા’ એવી માન્યતાની મૂઠી વાળી છે તેથી તે દુઃખી થઈ રહ્યો છે; કોઇ બીજો તેને
દુઃખી નથી કરતો. માન્યતામાંથી પરની પક્કડ છોડી દ્યે તો, સંયોગથી તો તે છૂટો જ
છે; મોહનું દુઃખ હતું, તે મોહ છૂટતાં મટી જાય છે. ચૈતન્યસ્વભાવ જગતથી છૂટો ને
છૂટો જ છે–એને ઓળખે તો મોહ છૂટે. દુઃખ મટે, ને સ્વાભાવિક આનંદનું વેદન
થાય.–આ રીતે પરની પક્કરૂપ મમત્વ છૂટે તો દુઃખ મટે.–આ જ દુઃખથી છૂટવાનો ને
સુખી થવાનો ઉપાય છે.
* આત્માનું ભૂષણ એટલે આત્માની શોભા તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રથી છે. જેણે
આત્મસ્વભાવને સ્વાનુભવમાં લઇને સમ્યક્ત્વાદિ પ્રગટ કર્યા તે ધર્માત્મા
‘આત્મભૂષણ’ થયા...તેનો આત્મા પોતે પોતાથી જ શોભી. ઊઠયો.