Atmadharma magazine - Ank 252
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 29

background image
ઃ ૨૨ઃ આસોઃ ૨૪૯૦
* ભરત ચક્રવર્તી જેવા ધર્માત્મા છ ખંડના રાજવૈભવની વચ્ચે રહેલા છતાં, એમની
શ્રદ્ધામાં પોતાના અનંત આત્મવૈભવ સિવાય બીજા એક રજકણમાત્રની પણ પક્કડ
ન હતી. જે મર્યાદિત રાગ હતો તે રાગની પણ પક્કડ ન હતી...મારો સ્વભાવ તો
રાગથી પણ ઉપર ને ઉપર તરતો છે–એવું આત્મભાન વર્તતું હતું.
* અજ્ઞાનીને બહારનો સંયોગ કદાચ ઓછો હોય, બહારમાં ત્યાગ ભલે દેખાતો
હોય, પણ અંતરના અભિપ્રાયમાં ‘આ શુભરાગ મારા આત્માને ધર્મનો લાભ
કરશે’ એવી રાગની પક્કડ હોવાથી, અનંતા પરદ્રવ્યના પરિગ્રહની પક્કડ તેને
વર્તે છે. મારો જ્ઞાનસ્વભાવ રાગમાં નથી પણ એનાથી જુદો ને જુદો ઉપર તરતો
છે–એવું આત્મભાન તેને નથી, નિજવૈભવની તેને ખબર નથી.–એને ધર્મ
ક્યાંથી થાય?
* અજ્ઞાની ધ્યાન કરી શકે?
હા; આર્તધ્યાન કે રૌદ્રધ્યાન તે કરી શકે.–તેનું ધ્યાન રાગમાં કે દ્વેષમાં લીનતારૂપ છે.
* જ્ઞાનીનું ધ્યાન કેવું હોય?
રાગથી ભિન્ન ચિદાનંદસ્વભાવમાં ઉપયોગની એકાગ્રતા તે જ્ઞાનીનું ધ્યાન છે.
ધર્માત્માને ગૃહસ્થપણામાંય ક્યારેક આવું ધ્યાન થાય છે. ભેદજ્ઞાન વગર ધર્મધ્યાન
હોય નહિ.
* કોઇ કહે–અમને ધર્મધ્યાનનો વખત મળતો નથી. તો કહે છે કે અરે ભાઈ,
બીજા બધા કામના વખત તો તને મળે છે, ને અહીં કર્મકાર્યમાં તને વખત નથી
મળતો–એ તારી વાત જ જુઠી છે; તને બીજાની રુચિ છે ને આત્માની રુચિ
નથી તેથી તેમાં તારા ઉપયોગને તું જોડતો નથી ને બીજામાં ઉપયોગને જોડે છે.
ધર્મનો વખત ન હોવાનું તો તારું ફક્ત બહાનું છે, ખરેખર તને ધર્મની રુચિ
નથી. અમેરિકામાં, રશિયામાં કે દિલ્હીમાં શું થાય છે તેની નિષ્પ્રયોજન વાત
જાણવાનો તને વખત મળે છે, વિકથાનો વખત તને મળે છે, ને સત્સંગે
આત્માના અભ્યાસ કરવામાં તું ‘વખત નથી’ એમ બહાનું કાઢે છે,–તો અમે
કહીએ છીએ કે તને આત્માની રુચિ નથી. રુચિ હોય ત્યાં વખત ન મળે એમ
બને જ નહિ. ચક્રવર્તી જેવાને આત્માના જ્ઞાનધ્યાનનો વખત મળતો, તો તારી
પાસે તો શું સામગ્રી છે કે તને વખત નથી મળતો? માટે એ ખોટું બહાનું છોડી
આત્માનો પ્રેમ પ્રગટ કરી ઉત્સાહથી તેના જ્ઞાનધ્યાનમાં તારા ઉપયોગને જોડ.
તો અવશ્ય તારું હિત થશે.