Atmadharma magazine - Ank 252
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 29

background image
આસોઃ ૨૪૯૦ઃ ૨૩ઃ
દશલક્ષણી પર્યુષણપર્વ અને પ્રચાર
જૈનધર્મનું મહાન માંગલિક દસલક્ષણી–પર્યુષણપર્વ ઉલ્લાસથી ભારતભરમાં ઠેરઠેર
ઉજવાયું. સોનગઢ તરફથી કેટલાક મુખ્યશહેરોમાં વાંચનકાર વિદ્વાનભાઈઓ ગયા હતા,
ને દરેક ઠેકાણે હજારોની સંખ્યામાં મુમુક્ષુભાઈઓએ ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો, ને
ગુરુદેવના અધ્યાત્મસન્દેશના શ્રવણથી સૌએ પ્રસન્નતા અને પ્રમોદ વ્યક્ત કર્યો હતો.
દિલ્હી, કલકત્તા, ઇંદોર, મલકાપુર, ખંડવા, સહારનપુર, દેહરાદૂન, મુંબઈ, ઘાટકોપર,
વિદર્ભ, ભોપાલ, અમદાવાદ, બડૌત, બિજોલિયા, દમોહ, ગુના, બુલન્દશહેર, સાગર,
વડનગર વગેરે અનેક સ્થળેથી પોતાનો પ્રમોદ વ્યક્ત કરતા પત્રો આવ્યા છે. દરેક સ્થળે
મુમુક્ષુમંડળ વ્યવસ્થિત ચાલે છે, જિનેન્દ્રપૂજન, અભિષેક, શાસ્ત્રસ્વાધ્યાય, જ્ઞાનદાન
વગેરે પ્રવૃત્તિ ઉત્સાહપૂર્વક ચાલે છે. વડનગરમાં પણ આ પર્યુષણ દરમિયાન
મુમુક્ષુમંડળની સ્થાપના થઇ છે, શેઠ પુનમચંદજી શરાફ તેના પ્રમુખ છે. ઘાટકોપરના
મુમુક્ષુમંડળે સુગંધદશમીના દિવસે લગભગ ૨૦૦ માણસોસહિત સ્પેશ્યલ બસદ્વારા
મુંબઇ–દાદરના બધા મંદિરોના દર્શન–ધૂપપૂજન ભક્તિની ધૂન સહિત કર્યા હતા. દરેક
સ્થળે ભરચક કાર્યક્રમો રહેતા હતા. ક્યાંક ક્યાંક તો રોજ દસ દસ કલાકના કાર્યક્રમો
રહેતા. તેમજ ધાર્મિક બાલમેળાનું આયોજન ત્રણવાર કરીને તેમાં બાળકોને ગમે તેવી
શૈલીથી જૈનબાળપોથી વગેરેદ્વારા ધાર્મિકશિક્ષણ અપાયું હતું, જેમાં ૩૦૦ જેટલી હાજરી
હતી. અંતિમદિવસે ધાર્મિક સંવાદ વગેરે કાર્યક્રમ હતો. મુંબઈનગરીમાં અને દાદર–
ઘાટકોપર વગેરેમાં પર્યુષણપર્વ આનંદોલ્લાસથી ઉજવાયા હતા. દાદરના નુતન
જિનમંદિરમાં પર્યુષણનો પહેલો જ પ્રસંગ હોવાથી ઘણો ઉત્સાહ હતો. દસલક્ષણીપર્વના
૧૦ દિવસમાં શ્રી વૃજલાલ ફુલચંદ ભાયાણીના ધર્મપત્ની સૌ. કમળાબેને તથા શ્રી
વીરચંદ ચતુરભાઈ અજમેરાના ધર્મપત્ની સૌ. વસુમતીબેને દસ–દસ ઉપવાસ કર્યા હતા.
પર્યુષણ પછીના રવિવારે રથયાત્રા ઘણી ભવ્ય હતી ને ભક્તિ–ઉમંગનું અનેરૂં વાતાવરણ
હતું. જોરાવરનગરથી પણ પર્યુષણપર્વ ઉલ્લાસથી ઉજવાયાના અને ઉલ્લાસભરી
રથયાત્રાના સમાચાર છે; રથયાત્રામાં સુરેન્દ્રનગર અને વઢવાણશહેરના મુમુક્ષુઓએ
પણ ભાગ લીધો હતો. ઇન્દોરનગરીનો ઉત્સાહ અનેરો હતો. શાસ્ત્રસભા ઉપરાંત
સમૂહભક્તિ, સમૂહપૂજન તેમજ સામૂહિક સામાયિક વગેરેમાં ઉમંગપૂર્વક હજારો
જિજ્ઞાસુઓ ભાગ લેતા. ઈન્દોર જૈનસમાજમાં ઉત્સાહ અને તત્ત્વપ્રેમ દિવસે દિવસે
વધતો જાય છે. સૂત્રજીના અર્થ સાંભળીને અહીંની જનતા ઘણી પ્રસન્ન થઇ હતી.
સાગરમાં દસલક્ષણીપર્વ દરમિયાન સિદ્ધચક્રવિધાન પણ થયું હતું, જેમાં સેંકડો શ્રાવક–
શ્રાવિકાઓએ ભાગ લીધો હતો.