ઃ ૨૪ઃ આસોઃ ૨૪૯૦
બડોતના દિ. જૈનસમાજ તરફથી પણ ઉત્સાહ ભરેલ સમાચાર આવ્યા છે. પર્યુષણના
પ્રવચનો દરમિયાન ત્યાંના સમાજની અનેક પ્રકારની ભ્રાંતિઓનું નીરાકરણ થયું હતું;
તથા મુમુક્ષુમંડળની સ્થાપના થઇ હતી; હંમેશ પૂજન–ભક્તિ–પ્રવચન વગેરેનો દસ કલાક
જેટલો ભરચક કાર્યક્રમ રહેતો હતો. આમ ભારતના અનેક પ્રમુખ નગરોના જૈનસમાજે
સોનગઢથી પ્રવાહિત દિ. જૈનધર્મનો અધ્યાત્મસન્દેશ સાંભળીને મુક્તકંઠે પ્રશંસા અને
આભાર વ્યક્ત કરેલ છે; એટલું જ નહિ, આ ઉપરાંત બીજા પણ કેટલાય ગામ શહેરોમાં
મુમુક્ષુ જૈન સમાજ એ સન્દેશ સાંભળવા ખૂબ ઇન્તેજાર છે અને તે માટે સોનગઢની
પ્રચારકમિટિ તરફથી શક્ય એટલો પ્રબંધ થઇ રહ્યો છે. ગુરુપ્રતાપે દિનેદિને વૃદ્ધિગત થઈ
રહેલ જૈનધર્મ સૌનું કલ્યાણ કરો.
કાનપુર દિગંબર જૈન મુમુક્ષુમંડળ અને ગઢી પક્કાંના દિ. જૈન સમાજ તરફથી
સોનગઢના વિદ્વાન ભાઈઓના પ્રવચનો સાંભળીને હર્ષ વ્યક્ત કરતા પત્રો આવ્યા છે,
તેમાં સોનગઢનો આભાર માનતાં લખે છે કે આ પ્રવચનો સાંભળીને અત્યાર સુધી
ચાલતી અનેક પ્રકારની ભ્રાન્તિનું નિરાકરણ થયુંઃ પૂ. સ્વામીજી દ્વારા વર્તમાનમાં
ધર્મપ્રચારનું જે કાર્ય થઈ રહ્યું છે તે વર્ણનાતીત છે.
–जयजिनेन्द्र!
મમ હૃદયે બિરાજો
સમભાવરૂપ સામાયિકની ભાવના કરનાર ધર્માત્મા વિચારે છે કેઃ–
यो दर्शनज्ञानसुखस्वभावः समस्त संसारविकारबाह्यः।
समाधिगम्यः परमात्मसंज्ञः स देवदेवो हृदये ममास्ताम्।।१३।।
જે દર્શન–જ્ઞાન અને સુખસ્વભાવરૂપ છે, સમસ્ત સંસાર–વિકારથી જે બાહ્ય છે,
અભેદરત્નત્રયરૂપ નિર્વિકલ્પ સમાધિવડે જે ગમ્ય છે, અને પરમાત્મા એવી સંજ્ઞાથી જે
ઓળખાય છે તે દેવાધિદેવ મારા હૃદયમાં સ્થિર રહો.
निषूदते यो भवदुःखजालं निरीक्षते यो जगदन्तरालं।
योऽन्तर्गतो योगिनिरीक्षणीयः स देवदेवो हृदये ममास्ताम्।। १४।।
ભવદુઃખની જાળનો જે વિધ્વંસ કરે છે, જે અંતરમાં જગતનું નિરીક્ષણ કરે છે, અને
જે અંતર્ગત યોગીઓ વડે નિરીક્ષણીય છે તે દેવાધિદેવ મારા હૃદયમાં બિરાજમાન હો.
–અમિતગતિસ્વામી