Atmadharma magazine - Ank 252
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 29

background image
આસોઃ ૨૪૯૦ઃ ૨પઃ
આત્માનું માહાત્મ્ય આવે તે મહાત્મા થાય
[ચર્ચા ઉપરથી]
હાલમાં જ્ઞાનસ્વભાવના મહિમાની સુંદર આધ્યાત્મચર્ચા અને પ્રવચનો ચાલી
રહ્યા છે; આસો સુદ એકમની રાત્રિચર્ચામાં ગુરુદેવે મંથનપૂર્વક કહ્યું કે આત્માના
જ્ઞાનસ્વભાવનું અદ્ભુત અપાર માહાત્મ્ય છે. જેને આત્માનું માહાત્મ્ય આવે તે મહાત્મા
થાય. બહારની સગવડતામાં મોહાઇ જાય કે અગવડતામાં ઘેરાઈ જાય તો તેને સંયોગનું
માહાત્મય છે, પણ સંયોગથી નિરપેક્ષ એવા સ્વભાવનું માહાત્મ્ય નથી. જેને ચિદાનંદ
સ્વભાવનું માહાત્મ્ય છે તેનું જ્ઞાન સંયોગની અનુકૂળતા કે પ્રતિકૂળતામાં ઘેરાતું નથી
કેમકે સંયોગનો મહિમા જ નથી–પછી તે અનુકૂળ હો કે પ્રતિકૂળ.
* અંતરની વસ્તુનું માહાત્મ્ય ભાસે તો અંતર્મુખતા થાય.
* બહારની વસ્તુનું માહાત્મ્ય ટળે તો બહિર્મુખતા ટળે.
* જે તરફનો મહિમા આવે તે તરફ જ્ઞાન ઢળ્‌યા વગર રહે નહિ.
નિજસ્વભાવમાં કેટલું અચિંત્ય સામર્થ્ય છે તે જો ખરેખર જાણે તો તેનો એટલો
અચિંત્ય મહિમા આવે કે જ્ઞાનનો ઉપયોગ તે તરફ વળી જ જાય. જ્યાંસુધી જ્ઞાન તે
તરફ ન વળે,–તેમાં તન્મય ન થાય ત્યાંસુધી તેનો ખરો મહિમા જાણ્યો નથી,–માહાત્મ્ય
આવ્યું નથી એમ સમજવું. જ્ઞાનમાં કોનો મહિમા છે તેનું આ માપ છે. જ્ઞાનને જેનો
મહિમા ભાસે તે તરફ તે વળે ને તેમાં તે તન્મય થાય. આત્માનો મહિમા જેને ભાસે તે
આત્મા તરફ વળે ને મહાત્મા થાય.
જે અંતરાત્મા થયા તે મહાત્મા છે. તે મહાત્માને મારા નમસ્કાર છે.