Atmadharma magazine - Ank 252
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page  


PDF/HTML Page 29 of 29

background image
આત્મધર્મરજીસ્ટર નં. ૧૮૨
_________________________________________________________________
ધન્યવૈરાગી
રાગી અને અરાગી જીવની વિચારધારામાં કેવું અંતર છે, તે નીચેની પંક્તિદ્વારા
કવિ? પ્રગટ કરે છેઃ–
રાગ ઉદૈ ભોગભાવ લાગત સુહાવનેસે
વિના રાગ અસે લાગે જૈસે નાગ કાલે હૈ.
રાગહીસોં લગ રહે તનમેં સદીવ જીવ,
રાગ ગયે આવત ગિલાની હોત ન્યારે હૈ.
રાગ સોં જગત રીતિ ઝુઠી સબ સાંચી જાને.
રાગ મિટે સૂઝત અસાર ખેલ સારે હૈ.
રાગી બિનરાગી કે વિચારમેં બડોઇ ભેદ
જૈસે ભટા પચ કાહુ કાહુ કો બયારે હૈ.
રાગવશ પ્રાણી જગતમાં અસારને પણ સાર, ક્ષણિકને પણ શરણભૂત અને
બીભત્સને પણ સુંદર માને છે. રાગવશ પ્રાણીને ભોગવિલાસ સારા લાગે છે. જ્યારે
રાગના અભાવમાં તે કાળા નાગ જેવા લાગે છે. (ભોગ ભૂજંગસમ.) રાગને જ લીધે
જીવ સદાય શરીરના લાલનપાલનમાં લાગી રહ્યો છે, રાગ જતાં તે દેહને ગ્લાનિયોગ્ય
અશુચીધામ સમજે છે, અને તેનાથી ભિન્નતા ચિંતવે છે. જગતના જે જૂઠા સંબંધ ને
રીતભાત તેને રાગને લીધે જીવ સાચા સમજે છે, પણ રાગ મટતાં એ બધાય ખેલ તેને
અસાર ભાસે છે. આ રીતે રાગી અને અરાગી જીવની વિચારધારામાં મોટો ભેદ છે; જેમ
અમુક ભોજન કોઇને તો પચી જાય છે ને કોઇને વિપરીત પડે છે, એ જ રીતે જગતની
એક જ વસ્તુ, તેને જ્ઞાની તો વૈરાગ્યનો હેતુ બનાવે છે ને અજ્ઞાની રાગનો હેતુ બનાવે
છે. આમ જ્ઞાની અને અજ્ઞાનીની પરિણતિમાં મોટો ફેર છે. ધન્ય તે વૈરાગી જ્ઞાની કે જેને
સર્વ પ્રસંગે જ્ઞાન–વૈરાગ્યમય પરિણમન વર્તી રહ્યું છે.
પ્રભુ કુંદકુંદસ્વામી મુમુક્ષુ જીવને વીતરાગ થવાની કેટલી સુંદર પ્રેરણા આપે છેઃ–
‘તેથી ન કરવો રાગ જરીયે ક્યાંય પણ મોક્ષેચ્છુએ
વીતરાગ થઇને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે.’
_________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રકઃ અનંતરાય હરિલાલ શેઠ, આનંદ પ્રિન્ટિંગ પ્રેસ–ભાવનગર.