: કારતક : : ૩૭ :
મોહ–રાગ–દ્વેષ તે બંધનું કારણ છે; મોહાદિ
વગરની શુદ્ધજ્ઞપ્તિક્રિયા તે મોક્ષનું કારણ છે. બંધનું અને
બંધનાં કારણોનું, મોક્ષનું અને મોક્ષના કારણોનું યથાર્થ
જ્ઞાન થતાં સમ્યગ્જ્ઞાનના માર્ગની પ્રસિદ્ધિ થાય છે...તે
આત્મા મોક્ષ તરફ જાય છે ને બંધનથી પાછો વળે છે.
આ જ્ઞાનસ્વરૂપ આત્મા અનાદિથી સંસારમાં રખડે છે, સંસારમાં રખડે છે એટલે
કે મોહાદિ દુઃખરૂપ પરભાવમાં પરિણમે છે, તે પરભાવથી તેના જ્ઞાન–સુખ વગેરે ઢંકાઈ
ગયા છે–બંધાઈ ગયા છે તે જ બંધન છે; તે બંધનભાવથી છૂટકારો કેમ થાય ને આત્મા
પોતાના સ્વાભાવિક જ્ઞાન ને સુખરૂપ કેમ પરિણમે–તે વાત આચાર્યદેવ બતાવે છે.
મોહ અને રાગદ્વેષ પરિણામ તે ભાવબંધ છે. અને મોહ–રાગદ્વેષના અભાવરૂપ
જે અત્યંત નિર્મળભાવ તે પરમ સંવર છે, અને તે જ ભાવમોક્ષ છે. ભાવમાં જે મોહાદિનું
બંધન હતું તે છૂટી ગયું એટલે ભાવમોક્ષ થયો; ને આવો ભાવમોક્ષ થતાં દ્રવ્યકર્મો પણ
છૂટી જાય છે, તેનું નામ દ્રવ્યમોક્ષ છે.
તને બંધન શેનું? કે મોહ સાથે મળેલા તારા ભાવનું; કોઈ બીજાએ તને બાંધ્યો
નથી. તારી ક્રિયાથી જ તું બંધાણો છો ને તારી ક્રિયાથી જ તું છૂટી શકે છે. કઈ ક્રિયા?
જીવ જ્ઞાનસ્વરૂપ છે, એટલે જ્ઞપ્તિ જ તેની ક્રિયા છે. તે જ્ઞપ્તિક્રિયા જ્યારે મોહ અને
રાગદ્વેષ સાથે મળીને અશુદ્ધભાવપણે પરિણમે છે ત્યારે તે અશુદ્ધભાવરૂપ ભાવબંધ વડે
જીવ બંધાય છે. પણ જ્ઞાનીને ભેદજ્ઞાનના બળે જ્ઞપ્તિક્રિયામાંથી મોહ–રાગદ્વેષની હાનિ
થાય છે, એટલે જ્ઞપ્તિક્રિયા શુદ્ધભાવપણે વર્તે છે; તે શુદ્ધજ્ઞપ્તિક્રિયાના બળે મોહને ક્ષીણ
કરી, અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટ કરે છે. આવા કેવળજ્ઞાનમાં ભાવકર્મનો અભાવ છે,
એટલે તે ભાવમોક્ષસ્વરૂપ છે. જ્યાં મોહનો નાશ થયો ને જ્ઞપ્તિક્રિયા પરિપૂર્ણ અક્રમપણે
ખીલી ઊઠી ત્યાં સર્વ કર્મનો અત્યંત સંવર થાય છે. આવો સંવર તે મોક્ષનું કારણ છે.
જ્ઞાનસ્વરૂપ આત્માની જ્ઞપ્તિક્રિયા જ્યાં સુધી ક્રમે પ્રવર્તતી હતી ત્યાં સુધી તે
બંધાયેલી હતી, અનંત જ્ઞેયોને એક સાથે જાણી શકતી ન હતી પણ ક્રમેક્રમે અમુક જ્ઞેયોને
જ અટકી