: ૩૮ : : કારતક :
અટકીને જાણતી હતી. આવી ખંડખંડરૂપ જ્ઞપ્તિક્રિયાને ભાવબંધ કહેલ છે.
સ્વાલંબનના બળે મોહનો અભાવ થયા પછી અંતર્મુહૂર્તમાં જ્ઞપ્તિક્રિયા
કેવળજ્ઞાનકળાથી પરિપૂર્ણ ખીલી ઊઠે છે, પછી તેને કોઈ પ્રતિબંધ રહેતો નથી, એનું
નામ ભાવમોક્ષ છે.
હજી તો રાગક્રિયા ને જ્ઞાનક્રિયા એ બંનેની ભિન્નતાનું ભાન પણ જેને ન
હોય, અરે! જડની ક્રિયા ને આત્માની ક્રિયા એ બંનેની ભિન્નતાનું પણ ભાન જેને
ન હોય તે તો એકલા બંધભાવમાં જ વર્તતા થકા મોક્ષનું સ્વરૂપ પણ નથી જાણતા,
તો પછી મોક્ષનું સાધન તો ક્્યાંથી કરે? અંર્તસ્વભાવને અનુસરીને થતી જે
જ્ઞાનની ક્રિયા તે મોક્ષનું સાધન છે. મોક્ષનું સાધન કોઈ રાગની ક્રિયાને કે દેહની
ક્રિયાને અવલંબતું નથી. ભાઈ, તારા જ્ઞાન ને આનંદના બિડાયેલા ભાવને કેમ
ઉઘાડવો તેની આ વાત છે. તારા સ્વભાવને અનુસરવાથી જ જ્ઞાન–આનંદ ખીલી
જશે...આનું નામ ભાવમોક્ષ. બારમા ગુણસ્થાન સુધી જ્ઞાનાદિમાં હજી જેટલો
પ્રતિબંધ છે તેટલો ભાવબંધ છે; પણ ત્યાં મોહનો અત્યંત અભાવ હોવાથી શુદ્ધ
જ્ઞપ્તિક્રિયા ક્ષણેક્ષણે ખીલી રહી છે ને અંતર્મુહૂર્તમાં તેનું પૂર્ણ સામર્થ્ય ખીલી જતાં
તેમાં કોઈ પ્રતિબંધ રહેતો નથી, એનું નામ ભાવમોક્ષ છે. ભાવમોક્ષ થતાં દ્રવ્યકર્મો
પણ છૂટી જાય છે, તે દ્રવ્યમોક્ષ છે.
ભાઈ, તારી શુદ્ધ જ્ઞપ્તિક્રિયા જ તારા મોક્ષનો હેતુ છે. મોહ–રાગ–દ્વેષનો
અભાવ થઈને કેવળજ્ઞાન થયું ત્યાં ભાવમોક્ષ થયો. એવા કેવળજ્ઞાની ભગવંતો
ચિદાનંદના અતીન્દ્રિય સુખના અનુભવથી તૃપ્ત તૃપ્ત વર્તે છે, તેમને કોઈ અતૃપ્તિ
નથી, કોઈ ઈચ્છા નથી; આવી ભાવમુક્તિ થઈ હોવા છતાં હજી જે પૂર્વબદ્ધ
અઘાતીકર્મો બાકી છે તે પણ શુદ્ધ સ્વરૂપમાં અવિચલિત ચેતનાવૃત્તિને લીધે ક્ષણેક્ષણે
અત્યંતપણે નિર્જરી જાય છે. સાધકદશામાં પણ જે શુદ્ધચેતનાવૃત્તિ છે તે નિર્જરાનું
કારણ છે. પહેલાં સમ્યગ્દર્શન થતાં અતીન્દ્રિય આનંદના અંશનું જે વદન થયું તે
ઉપરથી અનુમાન થઈ ગયું હતું કે આખો આત્મા આવા પરિપૂર્ણ આનંદથી ભરેલો
છે. કેવળી અને સિદ્ધોનો પરિપૂર્ણ આનંદ આવો હોય–તેની પણ ત્યારે ખબર પડી.
પછી શુદ્ધ ચેતનાવૃત્તિ વધતાં વધતાં કેવળજ્ઞાન થયું. પછી તે શુદ્ધ ચેતનાવૃત્તિથી જ
બાકીનાં કર્મો નિર્જરીને અત્યંત મોક્ષ થાય છે. કેવળીપ્રભુની ચૈતન્યવૃત્તિ
શુદ્ધસ્વરૂપમાં જ સ્થિર છે,–તેને કથંચિત્ ધ્યાન પણ કહેવાય છે, ને તે ધ્યાનને
નિર્જરાનો હેતુ કહેવામાં આવે છે. મોક્ષનું અને મોક્ષનાં કારણોનું, બંધનું અને
બંધનાં કારણોનું યથાર્થ જ્ઞાન થતાં સમ્યગ્જ્ઞાનના માર્ગની પ્રસિદ્ધિ થાય છે; પછી
આત્મા મોક્ષનાં કારણોને સેવતો થકો મોક્ષ તરફ જાય છે ને બંધનનાં કારણોને
તોડતો બંધનથી પાછો ફરે છે. (પંચાસ્તિકાય–પ્રવચનોમાંથી આસો વદ ૭)