પુષ્પોત્તરવિમાનમાં ઈન્દ્ર થયો.
પ્રિયકારિણીમાતાના એ વર્દ્ધમાનપુત્રે ચૈત્ર સુદ તેરસે આ ભરતભૂમિને પાવન કરી.
એ વીર વર્દ્ધમાન બાલતીર્થંકરને દેખતાં જ સંજય ને વિજય નામના મુનિઓનો
સંદેહ દૂર થયો તેથી પ્રસન્નતાથી તેઓએ ‘સન્મતિનાથ’ નામ આપ્યું. સંગમ
નામના દેવે ભયંકર સર્પનું રૂપ ધારણ કરીને એ બાળકની નિર્ભયતાની ને વીરતાની
પરીક્ષા કરીને ભક્તિથી ‘મહાવીર’ નામ આપ્યું. ત્રીસ વર્ષના કુમારકાળમાં તો
એમને જાતિસ્મરણ થયું ને સંસારથી વિરક્ત થઈને (કારતક વદ દશમે) સ્વયં
દીક્ષિત્ થયા. તેમને ઉત્તમ ખીરવડે પ્રથમ આહારદાન ફૂલપાકનગરીના ફૂલરાજાએ
કર્યું. ઊજ્જૈનનગરીના વનમાં રૂદ્રે તેમના પર ઘોર ઉપદ્રવ કર્યો પણ એ વીર
મુનિરાજ નિજધ્યાનથી જરાપણ ન ડગ્યા તે ન જ ડગ્યા...તેથી નમ્રીભૂત થઈને રુદ્રે
સ્તુતિ કરી ને ‘અતિવીર’ (મહાતિમહાવીર) એવું નામ આપ્યું.
આહારદાન કર્યું. સાડાબાર વર્ષ મુનિદશામાં રહીને, વૈશાખ સુદ દસમના રોજ,
સમ્મેદશિખરજી તીર્થંથી દશેક માઈલ દૂર જાૃંભિકગામની ઋજુકૂલા સરિતાના કિનારે
ક્ષપકશ્રેણી માંડીને પ્રભુએ કેવળજ્ઞાન પ્રગટ કર્યું. એ અર્હંતભગવાન રાજગૃહીના
વિપુલાચલ પર પધાર્યા. ૬૬ દિવસ બાદ, અષાડ વદ એકમથી દિવ્યધ્વનિદ્વારા
ધર્મામૃતની વર્ષા શરૂ થઈ; તે ઝીલીને ઈન્દ્રિભૂતિ–ગૌતમ વગેરે અનેક જીવો પ્રતિબોધ
પામ્યા. વીરનાથની ધર્મસભામાં ૭૦૦ તો કેવળીભગવંતો હતા; કૂલ ૧૪૦૦૦ મુનિવરો
ને ૩૬૦૦૦ અર્જિકાઓ હતા, એક લાખ શ્રાવકો ને ત્રણલાખ શ્રાવિકાઓ હતા, અસંખ્ય
દેવો ને સંખ્યાતા તિર્યંચો હતા. ત્રીસવર્ષ સુધી લાખો–કરોડો જીવોને પ્રતિબોધીને
વીરપ્રભુજી પાવાપુરી નગરીમાં પધાર્યા; ત્યાંના ઉદ્યાનમાં યોગનિરોધ કરીને બિરાજમાન
થયા, ને આસો વદ અમાસના પરોઢિયે પરમ સિદ્ધપદને પામી સિદ્ધાલયમાં જઈ
બિરાજ્યા.....તે સિદ્ધપ્રભુને નમસ્કાર હો.
ઉપદેશ પણ એમ જ કરી, નિવૃત્ત થયા; નમું તેમને.