સિદ્ધિ વર્યા, નમું તેમને, નિર્વાણના તે માર્ગને.
ભગવાનના મોક્ષનો મોટો મહોત્સવ કર્યો. અમાસની અંધારી રાત કરોડો દીપકોથી
ઝગમગી ઊઠી. કરોડો દીપની આવલીથી ઉજવાયેલો એ નિર્વાણમહોત્સવ દીપાવલી પર્વ
તરીકે ભારતભરમાં પ્રસિદ્ધ થયો...ને ઈસ્વીસનની પહેલાં પ૨૭ વર્ષ પૂર્વે બનેલો એ
પ્રસંગ આજેય આપણે સૌ આનંદપૂર્વક દીપાવલી પર્વ તરીકે આનંદથી ઊજવીએ છીએ.
દીપાવલી એ ભારતનું સર્વમાન્ય આનંદકારી ધાર્મિક પર્વ છે.
આત્મસાધનાને યાદ કરીને આપણે પણ એ વીરમાર્ગે
સંચરીએ ને આત્મામાં રત્નત્રયદીવડા પ્રગટાવીને
અપૂર્વ દીપાવલીપર્વ ઊજવીએ...એ જ ભાવના.