Atmadharma magazine - Ank 253
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 45

background image
: કારતક : : ૭ :

આત્મધર્મનો ચાલુ વિભાગ: લેખાંક ૩: વિવિધ વચનામૃતનો આ વિભાગ
પ્રવચનોમાંથી, વિવિધ શાસ્ત્રોમાંથી તેમજ રાત્રિચર્ચા વગેરે પ્રસંગો ઉપરથી તૈયાર
કરવામાં આવે છે.
(૧૦૧) સ્વભાવને શોધ, સંયોગને ન શોધ
* ત્રિકાળી તત્ત્વની શાંતિ બહારમાં શોધીને અજ્ઞાનીઓ આકુળતા કરે છે પણ
વ્યવહાર અને બાહ્ય સાધનો તો સ્વયમેવ હોય છે. બહારના સાધનો શોધવામાં રોકાય
ને અંતરનો આશ્રય કરે નહિ તેને ધર્મ થાય નહીં બહારની સામગ્રી સ્વયમેવ તેના કારણે
હોય છે. જીવ તેને મેળવતો નથી. બહારની ચીજ આત્માના રાગને આધીન નથી અને
બહારના સાધનોને કારણે રાગ થતો નથી. ભૂમિકાનુસાર અશુભ રાગ ટાળીને શુભ
થાય, પણ મારા રાગથી હું બહારનું મેળવું છું–એવી એકત્વબુદ્ધિ ન કરવી. શુભરાગ તે
ચારિત્રનો વિકાર છે; ક્ષેત્રાંતર તે પ્રદેશત્વની ક્રિયા છે. એકને લીધે બીજાનું થતું નથી,
ઈચ્છાને આધીન ગમન નથી, અને શરીરની ક્રિયા તો તદ્ન જુદી જ છે. કર્મને કે શરીરને
આધીન તો આત્મા નથી જ, પણ ઈચ્છાને આધીન પણ આત્માનું ગમન નથી અને
ઈચ્છાને આધીન શરીરની ક્રિયા નથી. બીજા તત્ત્વોથી તો આત્મામાં કાંઈ થતું નથી. ને
પોતામાં પણ રાગને લીધે ધર્મ થતો નથી. અજ્ઞાની પોતાના સ્વભાવને શોધતો નથી ને
બહારના પદાર્થોને શોધે છે. જો સ્વભાવને શોધે તો નિમિત્ત પણ સ્વયમેવ હોય જ છે,
તેને ગોતવા પડતા નથી. હાથ હાલે ત્યા ધર્માસ્તિને ગોતવા જવું પડતું નથી.
(૧૦૨) ‘‘सिद्धाः सिद्धि मम दीसन्तु’’
* હે સિદ્ધ ભગવંતો! મને હવે ઝટ સિદ્ધિ આપો.
(૧૦૩) ત્રણ પ્રકારના કર્મ
* કર્મ ત્રણ પ્રકારના છે: ૧ –શુદ્ધકર્મ; ૨ –વિકારીકર્મ; અને ૩ –જડકર્મ.
આત્માના રાગાદિ રહિત જાણનાર સ્વભાવના પરિણામ તે આત્માનું શુદ્ધ કર્મ છે.
સમ્યગ્દર્શન તે આત્માનું શુદ્ધ કર્મ છે. વીતરાગી દશા તે આત્માનું શુદ્ધ કર્મ છે. કર્મ એટલે
કર્તવ્ય, પરિણામ, પર્યાય; રાગાદિ તે પરમાર્થે આત્માનું કર્મ નથી, તે વિકારી કર્મ છે.
જડકર્મો પુદ્ગલમય છે, તે આત્માથી ભિન્ન છે; તેમાં આત્મા પહોંચી વળતો નથી પણ
પરમાણુ પહોંચી વળે છે, તેથી. તેનો કર્તા આત્મા નથી. રાગાદિ વિકારને પોતાનું ખરૂં