Atmadharma magazine - Ank 253
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 45

background image
: ૮ : : કારતક :
કાર્ય માને તે પણ અજ્ઞાન છે; વિકાર રહિત
જ્ઞાનભાવે પરિણમે તે આત્માનું ખરૂં કર્મ
છે તે ધર્મકાર્ય છે.
(૧૦૪) ધન્ય વૈરાગી
* ભોગને ભોગવ્યા વિના જ અને
સ્વાભાવિક વિષયો પ્રત્યેના
ત્યાગપરિણામથી સમસ્ત વિષયોને જેમણે
પોતાની અનંતવારની એંઠ સમાન ગણ્યા
છે, ને એને છોડીને ચૈતન્ય તરફ વળ્‌યા છે
–એવા પરમ પવિત્ર, ધર્મપુરુષોને વારંવાર
નમસ્કાર હો.
(૧૦પ) આત્માર્થનો માર્ગ
* હે જીવ, જો તારે આત્માર્થ
સાધવો હોય તો તું જગતની દરકાર છોડી
દેજે; કેમ કે આત્માર્થનો માર્ગ જગતથી
જુદો છે. હે જીવો, આ અનંત અનંત
દુઃખમય જન્મ–મરણથી છૂટવા માટે તમે
સત્વર જાગો, પરમ પુરુષાર્થ કરીને
જ્ઞાનીના સમાગમે આત્માને ઓળખો રે
ઓળખો.
(૧૦૬) ગૃહસ્થનું કર્તવ્ય
(૧) શ્રી જિનેન્દ્રદેવની સેવા,
(૨) શ્રી સદ્ગુરુઓની ઉપાસના, (૩)
શ્રી સત્શાસ્ત્રોની સ્વાધ્યાય, (૪) સંયમ,
(પ) તપ અને (૬) સુપાત્રદાન–આ છ
કાર્યો ગૃહસ્થોએ પ્રતિદિન કરવા યોગ્ય છે.
* હે આંબાવૃક્ષ! મારે તારી જેમ મધુર
અને નમ્રીભૂત થવું છે. મને મધુરતા અને
નમ્રતા શીખવ.
* રે કમળના ફૂલ! મારે તારી જેમ
પરભાવોથી અલિપ્ત રહેવું છે, મને
અલિપ્ત રહેતાં શિખવ.
હે પર્વત! મારે તારી જેમ નિશ્ચલ–
અડગ રહેવું છે, મને નિશ્ચળ–અડગ રહેતાં
શિખવ.
* રે ગુલાબપુષ્પ! મારે તારી જેમ
સુગંધી અને કોમળ બનવું છે, મને એવો
બનતાં શિખવ.
* હે ઝીણી સોય! તારી તીણી
ધારની જેમ મારે મારા જ્ઞાનને એવું તીક્ષ્ણ
કરવું છે કે તે સર્વ પદાર્થોના અંતરંગ હાર્દને
વીંધી તેના સ્વભાવનો પાર પામી જાય.
* હે તીક્ષ્ણ ધારવાળી છીણી!
આત્મસ્વભાવ અને રાગાદિ બંધભાવોના
એકત્વને છેદીને ભિન્નભિન્ન કરવા માટે
મારે તારી જેમ મારી જ્ઞાન–પ્રજ્ઞાછીણી
ભગવતીને પ્રાપ્ત કરવી છે.
(૧૦૮) સંસાર અને મોક્ષ...
* પરમાં પોતાપણાની બુદ્ધિ થવી
તે જ મિથ્યાત્વ અને સંસાર છે. અને
સ્વમાં જ પોતાપણાની બુદ્ધિ થવી એ જ
સમ્યક્ત્વ છે, અને એ જ મોક્ષપંથનું મૂળ
છે.
(૧૦૯) કોઈ...નહીં
* મોહકે બરાબર કોઈ શત્રુ નહીં હૈ; ક્રોધકે
સમાન કોઈ આગ નહીં હૈ; ઔર જ્ઞાન કે
સમાન કોઈ સુખ નહીં હૈ; સ્વાનુભૂતિસે
બઢકર કોઈ ધર્મ નહીં હૈ.