Atmadharma magazine - Ank 253
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 45

background image
: કારતક : : ૯ :
વસ્તુસ્વરૂપની મર્યાદા
(સમયસાર–સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારના પ્રવચનોમાંથી (આસો માસ) )
જીવ અને અજીવ એ બંનેના સ્વરૂપની ભિન્નભિન્ન મર્યાદા
સમજાવીને આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! તારો કોઈ ગુણ કે દોષ
પરદ્રવ્યમાં તો છે નહિ, અને પરદ્રવ્ય તને કોઈ ગુણ–દોષનું દાતા છે નહિ,
તો પછી તેના ઉપર રાગ–દ્વેષ શો? અને જ્ઞાનમાંય રાગ–દ્વેષ કેવા? માટે
પરથી ભિન્ન નિજગુણોનું ભાન કરીને, સર્વગુણસંપન્ન આત્મસ્વભાવ
તરફ જે વળ્‌યો તે જીવ પોતાના જ્ઞાનદર્શન–ચારિત્રની નિર્મળતામાં જ
તન્મયપણે પરિણમન કરતો થકો, અને રાગ–દ્વેષાદિ ભાવોમાં તન્મય
જરાપણ નહિ થતો થકો, તે રાગાદિને કરતો જ નથી. અને પરદ્રવ્ય તો
કાંઈ રાગદ્વેષ કરાવતું નથી; આ રીતે ભેદજ્ઞાનના બળે રાગ–દ્વેષ નિર્મૂળ
થઈને વીતરાગતા ને કેવળજ્ઞાન થાય છે.
જ્ઞાનનું સમસ્ત પરદ્રવ્યોથી અત્યંત ભિન્નપણું સમજાવીને આચાર્યદેવ કહે છે કે
ભાઈ, તારા જ્ઞાન–દર્શન–ચારિત્રભાવો અચેતન પદાર્થોમાં તો જરાપણ નથી. જો આત્મા
અપરાધ કરે તો તેના જ્ઞાનાદિનો ઘાત થાય, પણ કાંઈ તેથી દેહ–વાણી વગેરે અચેતનનો
ઘાત થતો નથી. અથવા આત્મા સમ્યક્ભાવવડે પોતાના જ્ઞાનાદિ ગુણોને ખીલવે તો
તેથી કાંઈ અચેતન દેહાદિમાં વિકાસ થતો નથી. કોઈ કહે કે જૂઠું બોલવામાં જો પાપ હોય
તો જૂઠું બોલે તેની જીભ કેમ કપાતી નથી? –અરે ભાઈ! જૂઠું બોલવાના ભાવનું પાપ
જીવમાં થાય, અને તેના ફળમાં અજીવનો (જીભનો) ઘાત થાય–એ ન્યાય ક્્યાંથી
લાવ્યો? હા, આત્માએ પાપભાવ કર્યાં તો તેના જ્ઞાનાદિ ગુણમાં ઘાત થયો; પણ
અપરાધ કરે આત્મા, ને ઘાત થાય જીભનો–એવો ન્યાય નથી.
જીવના કોઈ ગુણ કે દોષ પરમાં નથી; અને પરદ્રવ્ય જીવને કાંઈ ગુણ–દોષ
ઉપજાવતું નથી, શરીરના ગુણ–દોષ ઉપરથી જીવના ગુણ–દોષનું માપ થાય નહિ. કોઈ
અજ્ઞાની વિપરીતભાવ સેવતો હોય છતાં શરીર સારૂં રહે, ને કોઈ જ્ઞાની ધર્માત્મા અનેક
ગુણસમ્પન્ન હોય છતાં શરીરમાં રોગાદિ હોય,–તેથી કાંઈ તેના ગુણમાં કોઈ બાધા
આવતી નથી. આત્માનો એકેય ગુણ પરમાં નથી, તો પછી આત્માના કોઈ ગુણનું કે
દોષનું ફળ પરમાં