: ૮ : આત્મધર્મ : માગશર :
ઠેઠ ભરત ચક્રવર્તીનો આપ્યો. જેમાં ઋષભદેવની સભામાં ભરત ચક્રવર્તીએ શુદ્ધાત્માનું
સ્વરૂપ પૂછયું તેમ અહીં પ્રભાકર ભટ્ટ યોગીન્દુદેવને વિનયથી તે જ વાત પૂછે છે.
શુદ્ધાત્માની આરાધનારૂપ રત્નત્રય જેને પ્રિય છે એવા જીવો જ્ઞાની પાસે તેનો જ પ્રશ્ન
પૂછે છે. વાહ! શ્રોતા એવો છે કે જેને પ્રિયમાં પ્રિય આત્મા છે, આત્માના રત્નત્રય જેને
પ્રિય છે, વ્યવહારમાં પંચપરમેષ્ઠીની ભક્તિ પ્રિય છે. એ સિવાય સંસારમાં બીજું કાંઈ
જેને પ્રિય નથી; જેઓ ચૈતન્યના વીતરાગ–નિર્વિકલ્પ આનંદરસના પ્યાસી છે, જેમને
રાગની કે પુણ્યની પિપાસા નથી; પ્રવચનસારમાં કહે છે કે પરમાનંદના પિપાસુ ભવ્ય
જીવોને માટે આ ટીકા રચાય છે. જુઓ તો ખરા! સંતોએ તો પરમ આનંદના પરબ
માંડયા છે. જેમ ભર ઉનાળામાં તૃષાતૂર માટે ઠંડા પાણીના પરબ મંડાયા હોય ત્યાં
તરસ્યા જીવો પ્રેમથી આવીને પાણી પીએ છે ને તેનું હૃદય તૃપ્ત થાય છે; તેમ
સંસારભ્રમણના ભર ઉનાળામાં રખડી રખડીને થાકેલા જીવને માટે ભગવાનના
સમવસરણમાં ને સંતોની છાયામાં ચૈતન્યના પરમ વીતરાગી આનંદરસનાં પરબ મંડાયા
છે, ત્યાં પરમાનંદના પિપાસુ ભવ્ય જીવો જિજ્ઞાસાથી પ્રેમથી આવીને શુદ્ધાત્માના
અનુભવરૂપ અમૃતપાન કરીને તૃપ્ત થાય છે. અરે, ક્્યાં નવમી ગૈ્રવેયકથી માંડીને
નરકનિગોદ સુધીના ચારે ગતિનાં દુઃખનો દાવાનળ! ને ક્યાં આ ચૈતન્યના અનુભવરૂપ
સુખના વેદનની શાંતિ! અરે, ચૈતન્યના પરમ આનંદના અનુભવ વગર બધુંય દુઃખરૂપ
લાગે છે. ત્યાંથી ભયભીત થઈને જે ચૈતન્યસુખને ઝંખે છે એવો જીવ શુદ્ધાત્માના
અનુભવ તરફ જાય છે. જેમ મોટા નાગથી ભયભીત થઈને ભાગે તેમ ધર્માત્મા–
મુમુક્ષુઓ સંસારની ચારે ગતિના ભયથી ભયભીત થઈને ત્યાંથી ભાગ્યા ને ચૈતન્યના
શરણમાં આવ્યા. જગતમાં નિર્ભય સ્થાન આ એક ચૈતન્ય જ છે, તે જ ચાર ગતિનાં
દુઃખથી છોડાવનાર ને પરમ આનંદને દેનાર છે.
मुमुक्षुको सब चिन्ता छोडके
आत्माकी
मस्ती में मस्त रहना चाहिए