: માગશર : આત્મધર્મ : ૯ :
ભેદજ્ઞાન વડે
ઉપશમની પ્રાપ્તિ
(સમયસાર સર્વવિશુદ્ધજ્ઞાન–અધિકાર ઉપરના પ્રવચનોમાંથી: ૨)
આ લેખનો પ્રથમ ભાગ આત્મધર્મના ગતાંકમાં આવી
ગયો છે; બાકીનો ભાગ અહીં આપ્યો છે. ઉપશમભાવ કે
જે જીવે કદી પ્રાપ્ત કર્યો નથી તેની પ્રાપ્તિની પ્રેરણા કરતાં
આચાર્યપ્રભુ કહે છે કે રે જીવ! રાગદ્વેષનું કારણ નથી તો
ક્યાંય પરમાં, કે નથી તારા જ્ઞાનમાં; જ્ઞાન અને જ્ઞેયોની
અત્યંત ભિન્નતારૂપ વસ્તુસ્વરૂપને જે જાણે છે તે સમસ્ત
જ્ઞેયોથી અત્યંત ઉદાસીન વર્તતો થકો જરૂર ઉપશમને
પામે છે. અરે, આવી વીતરાગીવાત ખ્યાલમાં આવવા
છતાં જે ઉપશમને નથી પામતો–તે ખરેખર મૂઢબુદ્ધિ છે.
અરે, મૂઢ! જેવી પરની મીઠાસ છે તેવી તારા જ્ઞાનની
મીઠાસ તને કેમ નથી આવતી?– કેમ તું તારા જ્ઞાન
સ્વભાવ તરફ વળતો નથી? ભાઈ, જ્ઞાનના વીતરાગી
સ્વભાવને જાણીને તે તરફ વળ....... ..... .... ને શાંત
ભાવને પામ.
આત્મા શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે; જ્ઞાનનો સ્વભાવ પરથી ઉદાસીન રહીને સ્વયં
સ્વપરને જાણે એવો છે. આવા જ્ઞાનને ભૂલીને અજ્ઞાની પરજ્ઞેયોને ઈષ્ટ અનિષ્ટ સમજી
રાગદ્વેષ કરે છે. તેને અહીં સમજાવે છે કે હે ભાઈ, સામા પદાર્થો કાંઈ તને એમ નથી
કહેતા કે તું મારી તરફ જો. જ્ઞેયોમાં પ્રમેયસ્વભાવ છે, પણ તને રાગદ્વેષ કરાવે–એવો
સ્વભાવ એનામાં નથી. ને તારા જ્ઞાનનો સ્વભાવ પણ એવો નથી કે જ્ઞેયોમાં જઈને તેને
બહારનો સંયોગ અનુકૂળ હો કે પ્રતિકૂળ, તે આત્માના જ્ઞાનમાં અકિંચિત્કર છે.
આત્મા તે સંયોગને સ્પર્શતો નથી ને સંયોગો આત્માને સ્પર્શતા નથી. જગતમાં અનંત
દ્રવ્યો એકક્ષેત્રે રહેલા હોવા છતાં તેઓ એકબીજાને ચૂંબતા નથી–સ્પર્શતા નથી, પરસ્પર
એક બીજાને અડતા પણ નથી તો તેઓ એકબીજાને શું કરે?