સર્વજ્ઞના જ્ઞાનમાં શું નથી જણાતું? બધુંય જણાય છે. અને છતાં શું તે જ્ઞાનમાં ક્યાંય
જરાય રાગદ્વેષ થાય છે? ના. જો પદાર્થો જ ઈષ્ટ–અનિષ્ટ થઈને રાગદ્વેષ કરાવવા મંડી
જાય તો તો સર્વજ્ઞના જ્ઞાનમાંય રાગદ્વેષ થાય!–કેમ કે સર્વજ્ઞ તો બધાયને જાણે છે. પણ
જ્ઞાનમાં પરદ્રવ્ય રાગદ્વેષ કરાવતું નથી. જેમ સર્વજ્ઞના જ્ઞાનમાં રાગદ્વેષ નથી, સર્વજ્ઞનું
જ્ઞાન સર્વજ્ઞયોને જાણવા છતાં સર્વત્ર ઉદાસીન છે, ક્યાંય પણ આસક્ત નથી, તેમ દરેક
આત્માનો જ્ઞાનસ્વભાવ રાગદ્વેષ વગરનો છે, પરથી ઉદાસીન છે; જ્ઞાનની સ્વચ્છતામાં
પરજ્ઞેય જણાઓ ભલે, પણ તેથી કાંઈ તે જ્ઞાનમાં રાગદ્વેષ ઉત્પન્ન કરતા નથી. અહા, કેવું
સ્વતંત્ર જ્ઞાન!! એ જ્ઞાનને પરમાં ક્્યાંય રાગદ્વેષ કરીને અટકવાપણું નથી. જ્ઞાન તો
પોતાના સ્વરૂપથી જાણનાર જ છે. રાગને જાણનારો રાગરૂપે નથી પરિણમતો, રાગને
જાણનારો જ્ઞાનરૂપે જ પરિણમે છે.
કેમ નથી પામતો? પર જ્ઞેય કાંઈ તને પરાણે ખેંચતું નથી ને તારું જ્ઞાન પણ કાંઈ
આત્માને છોડીને પરજ્ઞેયમાં જતું નથી. જ્ઞાન પરને જાણે એનો કાંઈ નિષેધ નથી; પણ તે
વખતે અજ્ઞાની પોતાના જ્ઞાનનું જ્ઞાનત્વ ચૂકી જાય છે; ને પદાર્થોને, રાગદ્વેષને તથા
જ્ઞાનને એકમેકરૂપ અનુભવે છે, એટલે ભિન્ન જ્ઞાનના શાંત અનાકુળ ચૈતન્યરસને તે
અનુભવતો નથી.