ત્યાં ગુણીજનો પ્રત્યે સહેજે સાધક ધર્માત્માને પ્રમોદ અને ભક્તિ આવે; પરંતુ એ
ગુણીજનો કાંઈ જ્ઞાનને રાગ કરવાનું કહેતા નથી, અને દુર્જનોનો સમૂહ જગતમાં હોય તે
કાંઈ જ્ઞાનને દ્વેષ કરવાનું નથી કહેતા. એટલે કે કોઈ પણ પદાર્થને કારણે તો રાગદ્વેષ છે
જ નહિ. હવે રહ્યું પોતામાં જોવાનું; પોતામાંય જ્ઞાનનું સ્વરૂપ તો કાંઈ રાગદ્વેષ કરવાનું
નથી. જ્ઞાન પોતામાંથી બહાર જતું નથી. માટે જ્ઞાન પણ રાગદ્વેષનું કારણ નથી. આ રીતે
રાગદ્વેષનું કારણ નથી તો ક્યાંય પરમાં, કે નથી પોતાના જ્ઞાનમાં, એટલે જ્ઞાન અને
જ્ઞેયથી ભિન્નતાનું આવું વસ્તુસ્વરૂપ જે જાણે છે તે સમસ્ત જ્ઞેયોથી અત્યંત ઉદાસીન
વર્તતો થકો જરૂર ઉપશમને પામે છે. અરે, આવી વીતરાગી વાત ખ્યાલમાં આવવા છતાં
જે ઉપશમને નથી પામતો ને પરને ઈષ્ટ–અનિષ્ટ માની રાગદ્વેષ કરે છે તે મૂઢ દુર્બુદ્ધિ છે.
ભાઈ, આવું વસ્તુ સ્વરૂપ જાણવા છતાં કેમ તું તારા જ્ઞાનસ્વભાવ તરફ વળતો નથી?
જેવી પરની મીઠાસ છે તેવી તારા જ્ઞાનની મીઠાસ તને કેમ નથી આવતી? ભાઈ, જ્ઞાન
વીતરાગી સ્વભાવને જાણીને તે તરફ વળ....ને શાંતભાવને પામ.
આત્મામાં આવતા નથી. આ રીતે જગતના પદાર્થો પોતપોતાના ગુણપર્યાયરૂપ
નિજસ્વરૂપમાં જ વર્તી રહ્યા છે ને અન્ય પદાર્થમાં તે કાંઈપણ કરતા નથી. પછી બીજો
તારામાં શું કરે? કાંઈ જ ન કરે; તોપછી તેના ઉપર રાગ–દ્વેષ શેનો? ભેદજ્ઞાનવડે આવું
વસ્તુસ્વરૂપ જાણતાં જ્ઞાન પર પ્રત્યે ઉદાસીન વર્તતું થકું પોતાના સ્વભાવમાં જ તત્પર
રહે છે; એટલે તે ઉદાસીનજ્ઞાન–વીતરાગીજ્ઞાન ક્યાંય રાગદ્વેષનું કર્તા થતું નથી.
ઉપશાંતભાવને જ વેદે છે. જ્યાં પરમાં કર્તૃત્વની બુદ્ધિ છે ત્યાં રાગદ્વેષ થાય જ છે ને
જ્ઞાનમાં ઉદાસીનવૃત્તિ રહેતી નથી.
સહેજે ઉપેક્ષાવૃત્તિ થાય. પણ જેને સ્વપરની વહેંચણી કરતાં જ ન આવડે તે શેમાં ઠરશે?
ને શેનાથી પાછો વળશે? અજ્ઞાની દોડીદોડીને આકૂળતાથી પરમાં જ ઉપયોગને ભમાવે
છે, પણ ઉપયોગ તો મારું સ્વદ્રવ્ય છે–એમ સ્વમાં ઉપયોગને વાળતો નથી. તેને અહીં
સ્પષ્ટ વસ્તુસ્વરૂપ સમજાવીને ભેદજ્ઞાન કરાવ્યું છે; કે જે ભેદજ્ઞાન થતાં સ્વદ્રવ્યના
અવલંબને ઉપશાંતરસનું વેદન થાય છે.