Atmadharma magazine - Ank 254
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 29

background image
: માગશર : આત્મધર્મ : ૧પ :
તેની સાથે જ રહે છે. ભયાનક વનમાં ભયથી અંજની ધ્રૂ્રજે છે; ત્યારે તેના હાથ પકડીને
સખી કહે છે–અરે મારી બેન! તું ડર મા......મારી સાથે ચાલ....સખીના ખભે હાથ
ટેકવીને મહા મહેનતે શરીર થંભાવતી અંજની ડગલા ભરે છે. થોડે દૂર એક ગૂફા
દેખાણી, સખી કહે છે કે ત્યાં સુધી ચાલ....પણ અંજની કહે છે: હે સખી! મારામાં હવે તો
એક ડગલુંય ભરવાની શક્તિ નથી રહી....હવે તો હું થાકી ગઈ....સખીએ અત્યંત પ્રેમાળ
શબ્દોથી તેને ધૈર્ય ઉપજાવી, નમસ્કાર કરી વારંવાર સમજાવી, ને તેનો હાથ પકડી
ગૂફાના દ્વાર સુધી લઈ ગઈ.
અત્યંત થાકેલી બંને સખીઓ, વગર વિચાર્યે ગૂફામાં પ્રવેશતાં ભય થાય–એમ
વિચારીને થોડીવાર ત્યાં જ બેસી ગઈ; પછી નજર માંડીને ગૂફામાં જોયું....ગૂફાનું દ્રશ્ય
જોતાંવેંત જ બંને સખીઓ આશ્ચર્યથી થંભી ગઈ! –શું જોયું તેમણે? અહો! તેમણે જોયું કે
ગૂફાની અંદર એક વીતરાગી મુનિરાજ ધ્યાનમાં બિરાજી રહ્યા છે. ચારણઋદ્ધિના ધારક એ
મુનિરાજનું શરીર નિશ્ચલ થંભી ગયું છે. તેમની મુદ્રા પરમ શાંત અને સમુદ્ર જેવી ગંભીર
છે, આંખો અંતરમાં ઢળી ગયેલી છે; આત્માનું જેવું યથાર્થ સ્વરૂપ જિનશાસનમાં કહ્યું છે
તેવું જ ધ્યાનમાં ધ્યાવી
રહ્યા છે. પર્વત જેવા
અડોલ છે, આકાશ જેવા
નિર્મળ છે ને પવન જેવા
અસંગી છે, અપ્રમત્ત
ભાવમાં ઝૂલી રહ્યા છે
ને સિદ્ધ જેવા આત્મિક
આનંદને અનુભવી રહ્યા
છે.
ગૂફામાં
એકાએક આવા
મુનિરાજને દેખતાં જ
આ બંનેના આનંદનો પાર ન રહ્યો. અહા! ધન્ય ધન્ય મુનિરાજ! એમ કહેતી હર્ષપૂર્વક
તેઓ મુનિની સમીપ ગઈ. મુનિરાજની વીતરાગમુદ્રા નીહાળતાં જીવનનાં સર્વ દુઃખો
ભૂલાઈ ગયાં. ભક્તિપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દઈને, હાથ જોડીને નમસ્કાર કર્યો. આવા
વનમાં મુનિ જેવા પરમ બાંધવ મળવાથી તેમનાં નેત્રો ફૂલી ગયાં, આંસુ અટકી
ગયા...ને નજર મુનિના ચરણોમાં જ થંભી ગઈ. હાથ જોડીને ગદગદભાવે મહા વિનયથી
સ્તુતિ કરવા લાગી: હે ભગવાન્! હે કલ્યાણરૂપ! આપ સંસારને