વનમાં ભટકી રહી છે. અરે, દુર્ભાગ્યના આ દરિયામાં એકમાત્ર ધર્મરૂપી જહાજ જ આ
શીલવતીને શરણ છે. જ્યાં ઉદય જ એવો હોય ત્યાં ધૈર્યપૂર્વક ધર્મસેવન એ જ શરણ છે,
બીજું કોઈ શરણ નથી.
સખીનો વિલાપ એવો કરુણ હતો કે એ દેખીને આસપાસની મૃગલીઓ પણ ઉદાસ
લાગી.
સખીએ ધૈર્યપૂર્વક
અંજનીને છાતીએ
લગાડીને કહ્યું હે સખી!
શાંત થા....રૂદન છોડ!
બહુ રોવાથી શું? તું જાણે
છે કે આ સંસારમાં જીવને
કોઈ શરણ નથી. અરે,
નિર્ગ્રંથ વીતરાગગુરુ એ જ સાચા માતા–પિતા ને બાંધવ છે ને એ જ શરણ છે. તારું
સમ્યગ્દર્શન જ તને શરણભૂત છે, તે જ ખરૂં રક્ષક છે, ને આ અસાર સંસારમાં તે જ
એક સારભૂત છે. માટે હે દેવી! આવા ધર્મચિંતન વડે તું ચિત્તને સ્થિર કર.....ને પ્રસન્ન
થા. વૈરાગ્યમય આ સંસાર, ત્યાં પૂર્વકર્મઅનુસાર સંયોગ–વિયોગ થયા કરે છે. તેમાં હર્ષ–
શોક શું કરવો? જીવ ચિંતવે છે કાંઈ ને થાય છે કાંઈ! સંયોગવિયોગ એને આધીન
નથી.....એ તો બધી કર્મની વિચિત્રતા છે. માટે હે સખી! તું વૃથા કલેશ ન કર....ખેદ
છોડ ને ધૈર્યથી તારા મનને વૈરાગ્યમાં દ્રઢ કર.–આમ કહીને સ્નેહપૂર્વક સખીએ
અંજનીના આંસુ લૂછયા અને તે જરાક શાંત થતાં ફરી કહેવા લાગી–હે દેવી! ચાલો, આ
વનમાં હિંસક પ્રાણીઓના ભય વગરનું કોઈ સ્થાન કે ગૂફા શોધીને ત્યાં રહીએ; અહીં
સિંહ વાઘ ને સર્પોનો ઘણો ભય છે... સખી સાથે અંજની માંડમાંડ પગલાં ભરે છે.
સાધર્મીના સ્નેહબંધનથી બંધાયેલી સખી એના છાયાની માફક