સંસારબંધન ક્ષણમાત્રમાં છૂટી જાય છે. આત્મા સિદ્ધભગવાન જેવા અચિંત્ય સામર્થ્યથી
ભરેલો છે તેને દેખતાં જ અનાદિની કર્મધારા તૂટી જાય છે. અનંત સિદ્ધ પરમાત્માઓની
પંક્તિમાં બેસાડી શકાય એવો આ આત્મા છે. આવા આત્મામાં જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં
અંદર પોતે પૂર્ણાનંદથી ભરેલો ભાસે છે, ને બહારમાં જાણે કાંઈ ન હોય–એમ શૂન્ય ભાસે
છે, ચૈતન્યમાં દ્રષ્ટિ મુકતાં એક ચૈતન્યસમુદ્રના શાંતરસ સિવાય બીજું કાંઈ દેખાતું નથી.
આવા આત્માને અંતરમાં દેખવાની ક્રિયા તે જ મોટી અપૂર્વ ક્રિયા છે.
રહ્યો છે, જડ દેહરૂપ કદી થયો નથી. અરે, દેહમાં જ રહેલા આવા તારા આત્માને હે
જીવ! તું સ્વસંવેદનથી કેમ નથી જાણતો? બહારના બીજા તો પ્રપંચ ઘણા જાણે છે તો
તારા આત્માને કેમ નથી જાણતો? દૂરદૂરની પ્રયોજન વિનાની વાત જાણવા દોડે છે, તો
અહીં તારામાં જ રહેલા તારા આત્માને જાણવામાં બુદ્ધિ જોડ.–એ અત્યંત પ્રયોજનરૂપ
છે. અરે, તું બીજાનું તો જ્ઞાન કર ને તારું નહિ! એ તે જ્ઞાન કેવું કે પોતે પોતાને જ ન
દેખે! માટે હે ભાઈ, આત્માને જાણવામાં તત્પર થા.
સુખદુઃખ તેમાં નથી, તેમાં આકુળતા નથી, તેમાં મનનોય વેપાર નથી. આવા શાંત