Atmadharma magazine - Ank 254
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 29

background image
: ૧૮ : આત્મધર્મ : માગશર :
અનાકુળ ઈન્દ્રિયાતીત સુખથી ભરેલો આત્મા છે. તેને હે ભવ્ય! તું જાણ, એને જાણવાથી
જ ચારગતિના દુઃખોથી છૂટકારો થશે, ને એને જાણતાવેંત જ પૂર્વે કદી નહિ અનુભવેલા
એવા કોઈ આનંદનો અનુભવ થશે.
આત્માનો મુખ્ય ધર્મ
આત્માનો મુખ્ય ધર્મ ‘જ્ઞાન’ છે; ધર્મો તો આત્મામાં અનંત છે, પણ તેમાં
જ્ઞાનધર્મ વડે આત્મા અન્ય સમસ્ત દ્રવ્યોથી ભિન્ન પોતાના વાસ્તવિક સ્વરૂપે ઓળખાય
છે, તેથી તેને ‘પ્રધાન’ કહીને, જ્ઞાનને આત્માનું લક્ષણ કહ્યું છે એટલે આત્માને
‘જ્ઞાનસ્વરૂપ’ કહીને ઓળખાવ્યો છે. જ્ઞાનની સાથે અસ્તિત્વ, વસ્તુત્વ, અમૂર્તત્વ વગેરે
બીજા અનંત ધર્મો છે. પણ તે અસ્તિત્વ વગેરે ધર્મોના નિરુપણથી આત્મામાં પરથી
ભિન્ન ઓળખાતો નથી. કેમકે જડ અચેતન દ્રવ્યોમાં પણ અસ્તિત્વ વગેરે ધર્મો રહેલા
છે.
જ્ઞાનપરિણમનમાં અનંત ધર્મો
‘જ્ઞાન તે આત્મા’ એમ લક્ષમાં લઈને જ્ઞાનમય પરિણમન કરતાં, તે
જ્ઞાનપરિણમનમાં આત્માના બીજા અનંતા ધર્મો પણ ભેગા જ આવી જાય છે. જ્ઞાન પોતે
સ્વસમયરૂપ થઈને પરિણમ્યું ત્યાં તેમાં સમ્યક્ત્વ, આનંદ, ચારિત્ર, અસ્તિત્વ, અમૂર્તત્વ
વગેરે બધા ધર્મોનું નિર્મળ પરિણમન સમાયેલું છે. જ્ઞાન પોતે પોતામાં સ્થિર થઈને
પરિણમ્યું ત્યાં મોક્ષમાર્ગ તેમાં આવી ગયો; ને ચિંતાની જાળ બધી અદ્રશ્ય થઈ ગઈ.
‘જ્ઞાનમાં રાગ નહિ ને રાગમાં જ્ઞાન નહિ’
જ્ઞાનના પરિણમનમાં જ્ઞાન સાથેના બીજા ધર્મો આવે, પણ જ્ઞાનના પરિણમનમાં
રાગાદિ વિકાર ન આવે; જ્ઞાનના પરિણમનમાં દેહાદિની ક્રિયાઓ ન આવે. જ્ઞાન
આત્માના સર્વ ધર્મોમાં વ્યાપે છે, પણ આત્માથી બહાર દેહાદિની ક્રિયામાં કે રાગમાં
જ્ઞાન રહેતું નથી. તેમજ જ્ઞાનમાં પરભાવ રહેતા નથી. જ્ઞાન તો સ્વસમય છે ને રાગાદિ
પરભાવ તે તો પરસમય છે. સ્વસમયમાં પરસમય નથી ને પરસમયમાં સ્વસમય નથી;
એટલે જ્ઞાનમાં રાગ નથી ને રાગમાં જ્ઞાન નથી.
જ્ઞાનની તાકાત
જ્ઞાનની એવી તાકાત છે કે સ્વસન્મુખ થઈને આખા શુદ્ધ આત્માને સ્વસંવેદનમાં
લ્યે છે. સ્વસન્મુખ થઈને શુદ્ધાત્માને જેણે ધ્યેયરૂપ કર્યો તે શુદ્ધનય છે, તે જ્ઞાન જ છે.
શુદ્ધ–