Atmadharma magazine - Ank 254
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 29

background image
: ૨૨ : આત્મધર્મ : માગશર :

ધર્મી જીવને આત્મા બહુ વહાલો છે; સ્વાનુભૂતિના
કાર્યને જ તે પોતાનું કામ સમજે છે. તે જાણે છે કે
પરાશ્રયના બીજા કામમાં જોડાવું તે તો સંસારનું
કારણ છે; ને આત્માના અનુભવનું આ કામ તો
સ્વાધીન છે ને મોક્ષનું કારણ છે. અહા, જ્ઞાનીએ
સ્વાનુભવમાં જે ચૈતન્યરસ પીધાં છે તેની અજ્ઞાનીને
ખબર નથી.
(સમયસાર: સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારના પ્રવચનમાંથી: કારતક માસ)
મારો આત્મા ચૈતન્યની અનુભૂતિ કરનારો છે; રાગનો કે કર્મફળનો ભોગવનાર
ખરેખર મારો આત્મા નથી.–આમ ધર્મી જીવ પોતાના આત્માને ચૈતન્યસ્વરૂપે જ સંચેતે
છે. ને સમસ્ત કર્મફળને જ્ઞાનસ્વભાવના વેદનથી બહાર જાણીને છોડે છે.
મારા આત્માને ચૈતન્યસ્વરૂપે અનુભવવો તે જ મારું કામ છે, તે જ જીવનમાં
કરવા જેવું મુખ્ય કામ છે. બીજાં કામ કરતાં આ કાર્ય કોઈ જુદી જાતનું છે પરાશ્રયના
બીજા કામમાં જોડાવું તે તો સંસારનું કારણ છે, ને આત્માના અનુભવનું આ કામ તો
સ્વાધીન છે ને મોક્ષનું કારણ છે.
મારે શ્રદ્ધવાલાયક–પ્રીતિ કરવા લાયક, જાણવા લાયક ને લીન થવા લાયક એક
જ સ્થાન છે–ને તે આ ચૈતન્યસ્વરૂપ મારો આત્મા જ; એનાથી ભિન્ન બીજું કાંઈ મને
વહાલું નથી, આમ ધર્મી જીવને આત્મા બહુ વહાલો છે; તે ધર્મપ્રેમી છે, ‘આત્મપ્રેમી’ છે,
જગતનો પ્રેમ તેને ઊડી ગયો છે એટલે જગતથી તો તે ઉદાસ છે.–આવી ધર્મીની દશા છે.
આત્મા જેને પ્રિય છે ચૈતન્યના અનુભવથી બહારના બીજા કોઈ ભાવને પોતાનું
ફળ માનતો નથી; અરે, મારા ચૈતન્યનું ફળ તો વીતરાગી આનંદ છે, તેનું વેદન કરનાર
હું છું, રાગ કે રાગના ફળરૂપ જે ૧૪૮ પ્રકૃતિ તેના ફળનો ભોગવટો મારી સ્વાનુભૂતિમાં
નથી; કર્મ ને કર્મફળ એ બધાય મારી અનુભૂતિથી બહાર છે. આનંદથી ભરેલી,
ચૈતન્યરસથી ઉલ્લસતી વીતરાગી સ્વાનુભૂતિ એ જ મારું કામ છે.
અપશય, અનાદેય અને દુર્ભાગ્ય–એ ત્રણ અશુભ પ્રકૃતિનો ઉદય જ પાંચમા
ગુણસ્થાને