Atmadharma magazine - Ank 254
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 29

background image
: માગશર : આત્મધર્મ : ૨૩ :
શ્રાવકને હોતો નથી. સર્વાર્થસિદ્ધિના દેવ કરતાં ય તેની ભૂમિકા ઊંચી છે. જગતમાં સૌથી
મોટો સર્વાર્થસિદ્ધિનો દેવ, તેના કરતાં અનંતગુણ અધિક વિશુદ્ધિ જ્યાં પ્રગટી થઈ છે ત્યાં
શ્રાવકને (–કદાચિત્ તે બળદ વગેરે તિર્યંચપર્યાયમાં હોય તોપણ તેને) અપજશ કેવો?
અનાદેયપણું કેવું? ને દુર્ભાગ્યનો ઉદય કેવો? સર્વાર્થસિદ્ધિના દેવ કરતાં અનંતી
ગુણપ્રશંસા પ્રગટી ગઈ છે, તેના અનુભવમાં વળી કર્મપ્રકૃતિનો અનુભવ કેવો? અરે,
જ્ઞાનીએ સ્વાનુભૂતિમાં જે ચૈતન્યરસ પીધાં છે તેની અજ્ઞાનીને ખબર નથી.
સમકિતી કહે છે કે તીર્થંકરપ્રકૃતિનો ભોગવટો પણ મારા ચૈતન્યની
અનુભૂતિમાં નથી. અરે, તીર્થંકરપ્રકૃતિ બંધાણી તે જીવ જ્યાં જન્મે ત્યાં તો ઈન્દ્રોના
ઈન્દ્રાસન જરાક ચળી જાય: પણ ધર્મી કહે છે કે તીર્થંકર પ્રકૃતિના પ્રતાપે ઈન્દ્રના
ઈન્દ્રાસન ચળે તો ભલે ચળે, પણ હું તો મારા ચૈતન્યસિંહાસનમાં અચલ છું; મારું
અચલ ચૈતન્યસિંહાસન તીર્થંકર પ્રકૃતિના ઉદયથી પણ ચલિત થતું નથી. અહા,
સાધકને પવિત્રતાની સાથેના એક વિકલ્પથી જે તીર્થંકર પ્રકૃતિ બંધાણી તેનો એટલો
મહિમા કે જગતને આશ્ચર્ય ઉપજાવે, તો તે જીવની પવિત્રતાની શી વાત? ધર્મી જાણે
છે કે હું તો મારી પવિત્રતાને જ ભોગવનાર છું, વચ્ચેના વિકલ્પને કે તેના ફળને
ભોગવનાર હું નથી.–આવી ચૈતન્યભાવનાના બળથી ધર્માત્મા સમસ્ત કર્મફળને
છોડે છે; ઉપયોગને વારંવાર અંતરમાં એકાગ્ર કરીને રત્નત્રયને પુષ્ટ કરે છે.
ધર્માત્માને પવિત્રતા અને સાથે પુણ્ય બંને અલૌકિક હોય છે; પણ તેમાં ધર્મી
પવિત્રતાનો જ ભોક્તા છે, પુણ્યનો નહિ.
ચૈતન્યતેજથી ઝબકતો જ્ઞાનદીવડો તેના પ્રકાશમાં વળી વિકારનાં અંધારા કેમ
હોય? ચૈતન્યના આનંદના વેદનમાં વળી કર્મનું ફળ ક્્યાંથી ઘૂસી ગયું? જ્ઞાનમાં વળી
બીજું કોણ ઘૂસી જાય? જ્ઞાનમાં તો જ્ઞાનનું જ વેદન હોય; જ્ઞાનમાં વિકારનું કે જડનું
વેદન કેમ હોય? અગવડતાનો પ્રસંગ હો કે સગવડતાનો પ્રસંગ હો, તેનું વેદન જ્ઞાનમાં
નથી; બહારની અગવડતા જ્ઞાનમાં કાંઈ દુઃખનું વેદન કરાવી દે, કે બહારની સગવડતા
જ્ઞાનમાં કાંઈ સુખનું વેદન કરાવી ધે,–એમ નથી, કેમકે જ્ઞાનને બહારના પદાર્થનું વેદન
જ નથી. અહા, આવા જ્ઞાનને પ્રતીતમાં લઈને ધર્મી જીવ ચૈતન્યના આનંદને જ ભોગવે
છે
ધર્મી જીવને એવી ભાવના છે કે મારા ચૈતન્યના આનંદના વેદનની આ પરિણતિ
સદાકાળ આવી ને આવી ટકી રહો. મારી પરિણતિનો પ્રવાહ સદાકાળ ચૈતન્યના
અનુભવમાં જ વહો, આનંદના ભોગવટામાં જ સદા મારી પરિણતિ એકાગ્ર રહો. હવે
આ ચૈતન્યના અનુભવમાંથી કદી સાદિ–અનંતકાળમાં બહાર નીકળવું નથી. કર્મફળનો
ભોગવટો મને ન હો.